ફેમસ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા ઘણી વાર ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં તે જાતિસૂચક શબ્દો બોલવાના કારણે ચર્ચામાં આવી હતી. હવે તે કોઈ વિવાદને કારણે ચર્ચામાં આવી નથી પરંતુ તેના ગ્લેમર ફોટોશૂટને કારણે તે ફેમસ થઈ ગઈ છે. બબીતા જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાએ બ્લેક ફૂલ સ્લીવ વનપીસમાં તેની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસએ એક-બે નહીં પરંતુ ઘણી સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો જોઈને ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.