બોલીવુડની ફેમસ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની ફિલ્મો દ્વારા ધૂમ મચાવી રહી છે. ત્યારે તેમની વધુ એક ફિલ્મ ઓટિટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ છે જેનું નામ છે ‘બ્લર’ . ફિલ્મ ‘બ્લર’ સ્પેનિશ સાયકોલોજિકલ થ્રિલર ‘જુલિયાઝ આઈઝ’ની હિન્દી રિમેક છે, જેની વાર્તા નૈનીતાલની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જ્યાં ગૌતમી (તાપસી પન્નુ) અને ગાયત્રી (તાપસી પન્નુ) નામની બે જોડિયા બહેનો રહે છે.
તાપસી પન્નુંએ આ પહેલા પણ ઘણી થ્રીલર મુવીમાં મહત્વની ભૂમિકા ભજવી છે જેમાં બદલા’, ‘ગેમ ઓવર’, ‘હસીન દિલરૂબા’, ‘લૂપ લપેટા’ અને ‘દોબારા’ જેવી રોમાંચક ફિલ્મોનો સમાવેશ થાય છે ત્યારે તેણી વધુ એક થ્રીલર ફિલ્મ બ્લર ઓટિટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ છે. આ ફિલ્મ સ્પેનિશ સાયકોલોજિકલ થ્રિલર ‘જુલિયા’ઝ આઈઝ’ની હિન્દી રિમેક છે. તાપસી પન્નુ આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી રહી છે.
આ ફિલ્મમાં મુખ્ય કલાકરો તરીકે તપસી પન્નું, ગુલશન દેવૈયા અને કૃતિકા દેસાઈ છે. ફિલ્મમાં લેખક તરીકે અજય બહલ અને પવન સોની છે જયારે નિર્દેશક તરીકે પણ અજય બહલ છે. આ ફિલ્મ નૈનીતાલની વાદીઓ પર આધારિત છે. જેમાં ગૌતમી અને ગાયત્રી નામની બે બહેનો રહે છે. ( તમને અત્રે જણાવી દઈએ કે આ બન્ને બહેનોની ભૂમિકા તાપસી પન્નું જ ભજવી રહી છે. ) દરમિયાન, એક દિવસ જ્યારે ગાયત્રી તેના પતિ નીલ સાથે તેની બહેનના ઘરે પહોંચે છે, ત્યારે તેણીને તેની લાશ ફાંસીમાંથી લટકતી જોવા મળે છે. બંનેએ પોલીસને જાણ કરી. પોલીસની તપાસ બાદ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. પરંતુ ગાયત્રીને વિશ્વાસ થતો નથી, તેણીને વિશ્વાસ હતો કે મારી બહેન આત્મહત્યા કરી શકે નહિ. તે તેની બહેનના મૃત્યુ પાછળનું કારણ શોધવા લાગે છે.
ગાયત્રી પોતાની બહેનના મોતનું કારણ શોધવા માટે પોતાની આંખની રોશની પણ કોઈ દે છે. જયારે તેણીને કશું જ નથી સુજતુ ત્યારે તે એક ફેમસ ડાયલોગ બોલે છે કે જયારે કઈ ન દેખાઈ ત્યારે આંખો બંધ કરી દેવી બંધ આંખોથી બધાના ચહેરા સ્પષ્ટ દેખાવા લાગે છે.