શુક્રવાર વહેલી પરોઢે 9 ગ્રહોનો અદ્ભૂત અવકાશી નજારો સર્જાશે

વૈશ્વિક સ્તરે ખગોળ વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી છે. અવકાશી અનેક રહસ્યો ખોલી લોકોને માહિતગાર ર્ક્યા છે. તા.  24 મી જુન શુક્રવાર ની વહેલી પરોઢના સાડા પાંચ કલાકે આકાશમાં એક્સાથે નવ ગ્રહોની પરેડ જોવા મળશે. અમુક ગ્રહો નરી આંખે જયારે બાકીના દૂર ના ગ્રહો ટેલીસ્કોપ, દૂર બીનથી આહલાદક જોઈ શકાશે. રાજયમાં ભાર ત જન વિજ્ઞાન જાથાની કચેરી જિલ્લા મથકો સહિત શાખાઓમાં વિજ્ઞાન ઉપકર ણથી ગ્રહ નિદર્શનનો કાર્યક્રમનું આયોજન ગોઠવશે.જાથાના રાજય ચેર મેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. 24 મી જુન વહેલી પરોઢે સાડા પાંચ કલાકે આકાશમાં નવ ગ્રહોનો અવકાશી નજારો જોવા મળવાનો છે. જેમાં બુધ, શુક્ર, મંગળ, ગુરૂ, શનિ, ઉપગ્રહ ચંદ્ર, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો જેમાં અમુક નરી આંખે તથા દૂર ના ગ્રહો ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકર ણથી આહલાદક જોવા મળવાના છે. આકાશમાં અભુત ખગોળીય ઘટના બનવાની છે. ખગોળપ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે. ભાર તમાં અત્યારે વર્ષાૠતુનો પ્રારંભ થઈ ગયો હોય વાદળા વિલન બને નહિ તો આહલાદક જોવા મળવાના છે. વાદળા અવરોધ કરે તેવી પુરેપુરી સંભાવના છે, છતાં રાજયમાં જાથાએ જિલ્લા મથકો અને તેની શાખાઓમાં નિદર્શન સંબંધી તૈયારી આરંભી દીધી છે. સ્વચ્છ આકાશમાં નવેય ગ્રહો જોવા મળવાના છે.

બુધ, શુક્ર, મંગળ, ગુરૂ, શનિ નરી આંખે જોઈ શકાશે જયારે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો ટેલીસ્કોપથી જોઈ શકાશે. આ બધા ગ્રહો આ સ્થિતિમાં માત્ર એક જ દિવસ દેખાશે. અમુક દિવસો સુધી જોવા મળવાના છે. ઉપગ્રહ ચંદ્રની હાજરીમાં ગ્રહોની પરેડ જોવા મળશે. પૃથ્વીને એક જ ચંદ્ર છે. આ દિવસે ચાર ચાંદ લાગે તેવો નજારો જોવા મળશે. બીજનો ચંદ્ર છે જે અભુત જોઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.