ભારતીય ટીમ માટે અશ્વીન અને શ્રેયસ ‘સંકટ મોચન’ સાબિત થયા !!!
બાંગ્લાદેશ સામે ભારત ભલે ટેસ્ટ સિરીઝ અંકે કરી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ટી20 એ ભારતીય દિગ્ગજોને ’ટેસ્ટ’ ભુલાવી દીધી છે. નું કોઈ પણ ફોર્મેટ હોય પરંતુ ટેસ્ટ ક્રિકેટ જ એકમાત્ર એવું ફોર્મેટ છે જે ખેલાડીઓ નું સાચું ટેમ્પરામેંટ નક્કી કરે છે કારણ કે ક્રિકેટ મેન્ટલ ગેમ છે. બીજા દાવમાં જે રીતે ભારતીય ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનો પોતાની ભૂલથી આઉટ થયા તેમાં જ અશ્વિન અને શ્રેયારે પોતાનું ટેમ્પ્રામેન્ટ દેખાડી અન્ય ખેલાડીઓને શીખ આપી છે. અબતકે શરૂઆતમાં જણાવ્યું હતું કે, જો ભારતીય ટીમ 300 પ્લસનો સ્કોર અંકે કરશે તો જ મેચ જીતી શકશે અને એ જ સ્થિતિનું નિર્માણ થયું. બેટિંગની સાથો સાથ વિરાટ કોહલી નું ફિલ્ડીંગ પ્રદર્શન પણ એટલું જ નબળું જોવા મળ્યું અને જે રીતે સ્લીપમાં તે ડાયવ મારતો નજરે પડ્યો તે તેની બોડી લેંગ્વેજ કહી આપતું હતું.
અહીં જે પાંચ કેચ મૂક્યા તે પણ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાત જો અશ્વિન અને શ્રેયસ દ્વારા ટેમ્પરામેંટ ભરી રમત રમી ન હોત. બાંગ્લાદેશ આ મેચ જીતી જાત તો ઇતિહાસમાં બાંગ્લાદેશનીયા ઐતિહાસિક જીત માનવામાં આવત. કોલ મી આગેવાની ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે કારણ કે તે ટેસ્ટ ક્રિકેટનો ખેલાડી જ નથી અને જાણે તેના ઉપર લટકતી તલવાર હોય તેવું સામે પણ આવ્યું છે. ભારતીય ટીમના દિગ્ગજ હોય બીજા ટેસ્ટ મેચ માંથી ઘણું શીખવાનું બાકી છે. એક તરફ ભારતીય ટીમ સ્પીનરોને ખૂબ સારી રીતે રમતું હતું પરંતુ ટેસ્ટ મેચ હવે ઓછા રમવામાં આવતા ભારતની એ વિકનેસ સાબિત થઈ હતી અને તેના ઉપર જ બાંગ્લાદેશની ટીમ એ વાર કર્યો હતો.ભારતે બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટ પણ જીતી લીધી છે.
મેચના ચોથા દિવસની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ હારી શકે છે, પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાનું ગૌરવ બચાવી લીધું અને ભારતે મેચ જીતી લીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ 2-0થી જીતી લીધી છે. ટેસ્ટ શ્રેણી જીતવાની સાથે ભારત વનડે શ્રેણીમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો. ભારતને બાંગ્લાદેશે વનડે શ્રેણીમાં 2-1થી હાર આપી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જો ભારત આ ટેસ્ટ હારી હોત તો ટીમ ત્રીજા સ્થાને પહોંચી હોત. આ જીતથી ભારત માટે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે રમવાનો માર્ગ મોકળો કરી થઈ ગયો છે.
પરંતુ વાસ્તવિકતા તો એજ છે કે , ભારતે મેળવેલી જીત જીત નથી. ભારતીય ટીમના ધુરંધર ટોપ ઓર્ડર બેટ્સમેન ચોથી ઇનિંગમાં કાગળ પરના સાવજો સાબિત થયા હતા. બાંગ્લાદેશના સ્પિનર મેહદી હસને 5 ઉપયોગી વિકેટ ઝડપી હતી. તો સામે સાકીબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી. ટર્નિંગ વિકેટ ઉપર 145 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો એ પણ ભારત માટે કપરા ચડાણ સમાન હતો.
ડિફેન્સ સાથે બેટિંગ ટેકનીકમાં કરેલો બદલાવ કારગત નીવડ્યો: અશ્વીન
કહેવાય છે કે, હારકી બાજી કો જીતમે તબદીલ કરને વાલાહી સચા ખેલાડી કહા જાતા હે. આ વાક્યને ભારતીય ટીમના ખેલાડી આર. અશ્વિને સાર્થક કરી બતાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે, તે સતત તેના બેટિંગ ટ્વિક્નિમાં બદલાવ કરી રહ્યો છે, જેમાં બેકલીફ્ટ, પાવર હિટિંગ અને ડિફેન્સનો સમાવેશ થાય છે. અશ્વિને જણાવ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટમાં ડિફેન્સ જ બેટ્સમેન માટે પ્રમુખ હથિયાર હોઈ છે. ત્યારે તેને તેની ટેકનીકમાં બદલાવ લાવ્યા બાદ તેનું ફળ તેને મેચમાં મળ્યું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેને ઉમેર્યું હતું કે જ્યારે તે બેટિંગ કરવા મેદાને ઉતર્યો ત્યારે તેને એ જ વિચાર કર્યો હતો કે તેને લંચ સુધી રમવાનું છે.
વધુમાં તેને ઉમેર્યું હતું કે બોલ ખૂબ સારી રીતે દાન પણ થતા હતા ત્યારે ડિફેન્સ ટેકનીકને અપનાવી વધુ મજબૂત સ્થિતિમાં ભારતને મુકવા અને કોઈપણ વિકેટ ન ગુમાવવા નો નિર્ધાર કર્યો હતો કારણ કે બીજી તરફ શ્રેયસ ઐયર પોતાની નેચરલ ગેમ રમતો હતો. ઉમેર્યું હતું કે બેટિંગ ટેકનીકમાં જે બદલાવ કરવામાં આવ્યો અને જે શોર્ટ તેને શીખ્યા હતા તેનો ઉપયોગ કરવાનો તે દિવસ ઉત્તમ સાબિત થયો હતો.