શહેરના વોર્ડ નં.૦૪માં આવેલ ટી.પી. રસ્તા પર રૂ.૨.૫૭ કરોડના ખર્ચે પેવર કામ મંજુર કરાવતા ડે.મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા.
રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં વોર્ડ નં.૦૪ના ટી.પી.ના જુદા જુદા રસ્તાઓમાં પેવર કામ કુલ રૂ.૨.૫૭ કરોડના ખર્ચે ટી.પી. રસ્તા પેવર કરવાનું મંજુર કરવામાં આવેલ છે.
વોર્ડ નં.૦૪ના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ જુદા જુદા લોકઉપયોગી કામો કરાવવામાં આવે છે. તેવા જ એક ભાગ રૂપે વોર્ડ નં.૪ના ટી.પી. રસ્તાના પેવર કામ કરવામાં આવશે. જેમાં ટી.પી.૧૨ શિવધારા મેઈન રોડ- સમર્પણ પાર્ક થી ટી.પી.૧૫ શિવધારા રોડ- ટી.પી.૧૩માં શિવરંજની થી જુનો મોરબી રોડ, ટી.પી.૧૪માં ૧૮ મીટર ટી.પી. રોડ, ટી.પી.૧૫માં અર્જુન શિવમ મેઈન રોડ, ટી.પી.૧૭માં ઓમ શાંતિ પાર્ક- ઠાકોર દ્વાર મેઈન રોડ, સદગુરુ પાર્ક ટી.પી.રોડ, ફીલ્ડ માર્શલ વાડી વાળો જય જવાન જય કિશન મેઈન રોડ, ટી.પી.૧૮ સાગર પાર્ક વાળો ટી.પી. રોડ, ટી.પી.૩૧ સોહમનગર મેઈન રોડથી રેલ્વે ટ્રેક પેરેલલ રોડ-વાસુદેવ સ્કુલ રોડ, આર.ડી. રેસીડન્સી થી સ્ટેજ મેઈન રોડ, જેવા ટી.પી.ના માર્ગો પર પેવર કામગીરી કરવામાં આવશે. તેમજ વોર્ડ નં.૦૪ના વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે તેમ વધુમાં ડે. મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ જણાવેલ છે.