રાજકોટ નિવાસી ખુશીબેનને નવેમ્બર-2020માં સીઝેરીયન સેક્શનનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવાના બે મહિના પછી ખુશીબેનને ઓપરેશનની જગ્યાએ આવવાના શરૂ થવા માંડ્યા હતા અને સાથે તાવ પણ આવતો હતો. તેથી દર્દીએ તે માટે નજીકની હોસ્પિટલમાંથી દવા લીધી હતી.
તેનાથી તેની તબિયતમાં સુધારો ન થતા તેમાં ઇન્ફેક્શન છે કે નહિં તે તપાસવા માટે રસીના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ પ્રમાણે દર્દીને ટીબી માટેની દવા ચાલુ કરવામાં આવી હતી. પણ તેનાથી દર્દીને લીવરમાં સોજો આવી જતા ટીબીની દવામાં ફેરફાર કરીને દવા ચાલુ રાખવામાં આવી હતી. છતાં ખુશીબેનને તેની સમસ્યામાં કોઇપણ પ્રકારની રાહત થઇ ન હતી ત્યારબાદ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટના અને સૌરાષ્ટ્ર-કચ્છના એકમાત્ર તાવ અને ઇન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ડો.કૃતાર્થ કાંજીયાનો સંપર્ક કર્યો ડો.કૃતાર્થએ દર્દીના જૂના બધા રિપોર્ટ અને દર્દીને તપાસીને ટીવી નથીનું નિદાન કરેલ.
ત્યારબાદ નિદાન મુજબ તે માટેના ઇન્ફેક્શન અને દવા ચાલુ કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના પછી દર્દીને ટાંકાની જગ્યા પરથી રસી આવવાના બંધ થઇ ગયા હતા. એક વર્ષથી ચાલતા ઇન્ફેક્શનમાંથી સં5ૂર્ણ રાહત થવા બદલ ખુશીબેન અને તેમના પરિવારજનોએ ડોક્ટર કૃતાર્થ કાંજીયા અને સ્ટર્લીંગ હોસ્પિટલનો ખૂબ આભાર માન્યો હતો. આ કેસના સંદર્ભમાં ડો.કૃતાર્થ કાંજીયા જણાવે છે કે કોઇપણ પ્રકારના ઓપરેશન પછી ઇન્ફેક્શન થઇ શકે છે. ઇન્ફેક્શનથી દર્દીએ ગભરાવાની જરૂર નથી. કોઇપણ ઇન્ફેક્શનની સારવાર માટે ઇન્ફેક્શન ક્યા જંતુથી થયેલું છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. આ દર્દીને ઇન્ફેક્શન એનટીએમ એટલે કે જે ટીબી જેવા જંતુ છે તેનાથી થયેલું હતું.
આથી સામાન્ય લેબોરેટરીમાં ટીબી અને એનટીએમને અલગ કરવામાં મુશ્કેલી પડે છે એના માટે સ્પેશ્યલ રિપોર્ટ જેવા કે, એનટીએમ કલ્ચર વગેરે રિપોર્ટથી ક્યા જાતના જંતુથી ઇન્ફેક્શન છે તે જાણી શકાય છે અને તે પ્રમાણે યોગ્ય દવા આપવાથી જલ્દીથી ઇન્ફેક્શનમાંથી મુક્તિ મળે છે.