- ટી20 વિશ્ર્વકપમાં રનની ભૂખને હવે બેટ્સમેનો સંતોષી શકશે: ગઈકાલે રમાયેલા સુપર-8ના બંને મુકાબલા રહ્યા હાઈ સ્કોરિંગ
- આજે રાત્રે 8:00 કલાકે ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ટી 20 વિશ્વકપ માં હવે સુપર 8નો મુકાબલો ચાલી રહ્યો છે તેમાં ગઈકાલે બે મેચ રમાયા જેમાં પ્રથમ અમેરિકા અને દક્ષિણ આફ્રિકા જ્યારે બીજો મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયો. આ બંને મેચ હાઈ સ્કોરિંગ રહેતા ટી 20 વિશ્વ કપમાં જાણે જાન આવી હોય અને રસ જોવા મળ્યો હોય તેવું ચિત્ર ઊભું થયું હતું. મહત્વની વાત તો એ છે કે લીગ મેચ અમેરિકાની વિકેટ ઉપર રમાયા હતા જે અત્યંત નિરાશ હતા કારણ કે વિકેટ જ એટલી બન હતી કે તેમાં બેટમેનોને જે હેરાન કરવાની જે ભૂખ હોય તે સંતોષાય ન હતી. મહત્વની વાત તો એ છે કે ટી 20 ક્રિકેટ ફોર્મેટ સટાસટી માટેનું છે. એટલું જ નહીં લોકોને હંમેશા અપેક્ષા એ જ રહે છે કે ટી ટ્વેન્ટી મેચ હોય તો તેમાં મહત્તમ રનનો ઝૂમલો ખડકવામાં આવે જેમાં બોલરોને ખૂબ ઓછી મદદ મળતી હોય. પરંતુ હાલ ચાલી રહેલા ટી20 વિશ્વ કપમાં જે પ્રથમ લીગ મેચનો રાઉન્ડ રમાડો તેમાં બોલરો નું વર્ચસ્વ જોવા મળ્યું હતું. પરંતુ સુપર 8 શરૂ થતા જ બંધનમાં રહેલા બેટ્સમેનોએ બોલરોનો કચરગણ વાડ્યો હતો. જે ચિત્ર ગઈકાલે રમાયેલા બંને મેચમાં જોવા મળ્યા હતા અમેરિકા જેવી નવોદિત ટીમે પણ આફ્રિકાને ફાઈટ આપી હતી પરંતુ અંતે આફ્રિકા ન જીવા માર્જીનથી અમેરિકા સામે જીત્યું હતું.
બીજો સુપર આજનો મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં ઇંગ્લેન્ડે સરળતાથી જીત મેળવી લીધી હતી. બંને મેચ એ જ પુરવાર કરે છે કે હવે બાકી રહેતા સુપરહિટના મેચો અત્યંત રોમાંચક બનશે અને હાઈ સ્કોરિંગ પણ નીકળશે જેથી સેમી ફાઇનલ અને ફાઇનલ તરફ લોકોનું આકર્ષણ વધે. લીગ રાઉન્ડમાં સ્પિનરોની બોલબાલા જોવા મળી હતી કારણ કે વિકેટ હોવાના કારણે જે બાઉન્સ થવો જોઈએ તેમાં પણ અનિશ્ચિતતા હતી.
નવોદિત અમેરિકાએ આફ્રિકાને આપ્યો “પડકાર” છતાં 18 રને મળી શિકસ્ત
ટી 20 વિશ્વકપમાં સુપર-8 રાઉન્ડ શરૂ થયો છે. પ્રથમ મેચ ગઈકાલે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આફ્રિકન ટીમે આ મેચ 18 રને જીતી લીધી હતી. અંતમાં જ્યારે એન્ડ્રેસ ગૌસ અને હરમીત સિંહ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે મેચ અમેરિકા તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આફ્રિકાની ટીમને અમેરિકા સામે જીતવા માટે પરસેવો પાડવો પડ્યો હતો. આ એ જ અમેરિકન ટીમ છે જેણે પહેલા રાઉન્ડમાં એટલે કે ગ્રુપ સ્ટેજમાં સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે કેનેડાનો 7 વિકેટે પરાજય થયો હતો. અમેરિકન ટીમની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે તેણે સુપર-8માં પ્રવેશ કર્યો હતો. અમેરિકાને છેલ્લા 12 બોલમાં જીતવા માટે 28 રનની જરૂર હતી અને તેની 5 વિકેટ બાકી હતી. ગૌસ અને હરમીત ક્રિઝ પર હતા. પરંતુ 19મી ઓવરમાં કાગીસો રબાડાએ 2 રન આપીને 1 વિકેટ લીધી અને આખી રમત ઊંધી પાડી દીધી. જો આ ઓવર સારી ન થઈ હોત તો આફ્રિકા મેચ પણ હારી શકે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આફ્રિકા ભલે મેચ જીતી હોય પરંતુ અમેરિકાએ પણ સારી એવી ફાઇટ આપી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામેના હાઈ સ્કોરિંગ મેચમાં ઇંગ્લેન્ડે સરળતાથી મેળવી જીત
ફિલ સોલ્ટની અડધી સદી અને જોની બેયરસ્ટોના શાનદાર પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું હતું. અગાઉ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અને શેરફેન રધરફોર્ડના શાનદાર પ્રદર્શનને કારણે જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે 180 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે ગ્રુપ સ્ટેજમાં ખરાબ પ્રદર્શન બાદ ટૂર્નામેન્ટના સુપર આઠ તબક્કામાં પ્રવેશ મેળવી લીધો છે. તેનાથી વિપરીત વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સ્ટેજમાં ઘણી ટીમોને હરાવી હતી, પરંતુ આજે ઈંગ્લેન્ડે તેને ખરાબ રીતે હરાવ્યું. ટોસ જીત્યા બાદ જોસ બટલરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બોલિંગ કરતા ઇંગ્લેન્ડના સ્પિનરોએ ટીમની લાજ રાખી હતી જેમાં આદિલ રાશિદ, લિવિંગસ્ટન, અને મોઈન અલીએ 1 – 1 વિકેટ ઝડપી હતી. એટલે કહી સકાઈ કે સ્પિન એટેકે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા, આદિલ રશીદને આભારી, જેમણે તેની ચાર ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી અને મોઈન અલીએ જોન્સન ચાલ્ર્સને આઉટ કર્યો. રોવમેન પોવેલ પોતાની જાતને ક્રમમાં ચોથા નંબરે રાખ્યો હતો. જો કે આનાથી તાત્કાલિક પરિણામ મળ્યું ન હતું, લિયામ લિવિંગસ્ટોન પાસેથી એક ઓવર લઈને જુગાર રમવાનું નક્કી કર્યું. લિવિંગસ્ટોનની ઓવરમાં પોવેલે 20 રન બનાવ્યા અને ચાર બોલમાં ત્રણ સિક્સર ફટકારી. પરંતુ તે લિવિંગસ્ટોનના અંતિમ બોલ પર શોટ મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો, જે માર્ક વુડ દ્વારા ટૂંકા ત્રીજા બોલે કેચ થયો હતો અને ક્રિસ જોર્ડનની જગ્યાએ અગિયારમાં પાછો ફર્યો હતો.