- ન્યૂયોર્કની વિકેટે બંને ટીમના ખેલાડીઓને નચાવ્યા: દડો ધીમો થતા રન કરવા મુશ્કેલ, સામે આઉટફિલ્ડ પણ થઈ ધીમી
- ભારત-પાક મેચે એક એક રનની કિંમત “આંકી” દીધી
ટી ટ્વેન્ટી વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ વોલ્ટેજ મેચ ન્યૂયોર્ક ખાતે રમાયો હતો પરંતુ આ મેચ લોસ્કોરીંગ તો ઠીક પરંતુ રોમાંચક પણ નીવડ્યો હતો. ભારત ભલે 6 રને જીત્યું હોઈ પરંતુ આ જીત મોટી જીત માનવામાં આવી છે કારણ કે અહી રમાયેલા મેચમાં એક એક રન ની કિંમત આંકી દીધી હતી. ત્યારે નાના સ્કોરમાં પાક સામે છ રનની જીત મોટી જીત પણ માનવામાં આવે છે. ન્યૂયોર્ક ની વિકેટ ઘણાખરા અંશે કપરી છે કારણ કે અહીંની વિકેટ ઉપર એક એક રન કરવા ખૂબ અઘરા છે અને બીજી તરફ જ્યારે દડો જૂનો થઈ જાય તે બાદ જે ગતિથી બેટ ઉપર આવવો જોઈએ તે નથી આવતો ને બેટસમેનને ઘણી તકલીફ વેઠવી પડે છે. જેમ જેમ મેચ આગળ ચાલતો જાય તેમ તેમ આઉટફીલ્ડ પણ ધીમી થઈ જાય છે ત્યારે એક એક રન કરવા બંને ટીમના ખેલાડીઓ માટે ખૂબ મુશ્કિલ નીવડ્યા છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ આ પછી રિષભ પંત અને અક્ષર પટેલે સાથે મળીને ભારતીય દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અક્ષર પટેલ 20 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 11 ઓવર પછી 89 રનના સ્કોર પર માત્ર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પાકિસ્તાની બેટ્સમેનોએ શાનદાર વાપસી કરી હતી. પાકિસ્તાન માટે પહેલા મોહમ્મદ આમિર અને પછી હરિસ રઉફે સતત બે બોલમાં બે વિકેટ લઈને ભારતીય બેટિંગને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે છેલ્લી સાત વિકેટ માત્ર 30 રનમાં ગુમાવી દીધી હતી. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 31 બોલમાં છ ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અક્ષર પટેલે 20 રન બનાવ્યા હતા. , ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને છ રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાતી હતી. એક સમયે 14મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 80 રન હતો. આ પછી મેચમાં પલટો આવ્યો. રિઝવાન-શાદાબ બહાર છે. જસપ્રીત બુમરાહ 19મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર ત્રણ રન આપીને ઈફ્તિખારની વિકેટ લીધી હતી. પાકિસ્તાનને 20મી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. જોકે, અર્શદીપે માત્ર 11 રન આપીને ઈમાદ વસીમની વિકેટ લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ અશક્યને શક્યમાં બદલી નાખ્યું. ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ બુમરાહ-અર્શદીપ, સિરાજ અને હાર્દિકની ઝડપી બોલિંગ ચોકડીએ ભારતને મેચ જીતાડ્યું હતું. પાકિસ્તાનની ટીમ 20 ઓવર બાદ સાત વિકેટે 113 રન બનાવી શકી હતી. ભારત તરફથી બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે હાર્દિકે બે વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી.
શા માટે બુમરાહની ઓવર નિર્ણાયક રહી
ભારતીય ટીમની જીત પાછળનો હીરો જસપ્રિત બુમરા પણ બન્યો કારણકે તેને જે ચાર ઓવર નો સ્પેલ નાખ્યો તેમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી જેમાં મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ તથા ઇષ્ટતિકાર અહેમદને પવેલીયન મોકલી દીધા અને તેને તેની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપી ત્રણ મહત્વપૂર્ણ વિકેટો પણ ઝડપી. બુમરા ની ઓવર નિર્ણાયક સાબિત થઈ કારણકે ત્રણ વિકેટની સાતો સાત તેને સૌથી ઓછા રન પણ આપ્યા અને પાકિસ્તાનને બેકફૂટ ઉપર ધકેલ્યું.
ભારત માટે મિડલ ઓર્ડર જોખમી બની ગયું?
શિવમ દુબે નું ફોર્મ ભારતીય મિડલ ઓર્ડર માટે અત્યંત મોટું જોખમ ઊભું કર્યું છે ત્યારે ટીમ મેનેજમેન્ટ બાકીના મેચો ને ધ્યાને લઈ શિવમ ડુબે ને પડતો મૂકે તો પણ નક્કી નહીં કારણકે જે રીતે મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ ટીમને સ્થિરતા આપવી જોઈએ તેમાં ટીમ નિષ્ફળ નીવડી હતી. હાલ ટીમ મેનેજમેન્ટ આવનારા મેચમાં મિડલ ઓર્ડરના ખેલાડીઓમાં બદલાવ કરે તેવી સ્પષ્ટ શક્યતાઓ જોવા મળી રહી છે. બીજી તરફ જે રીતે ઓપનિંગ જોડી એ પણ ટીમને સ્ટેન્ડ આપવું જોઈએ તેમાં વિરાટ કોહલી ઘણાખરા અંશે નિષ્ફળ નિવડિયો છે.