Abtak Media Google News
  • વર્લ્ડ કપમાં અપસેટનો દોર: કાલનો મુકાબલો બંને કટ્ટર હરિફો માટે જીતવો અતિ આવશ્યક

આઈસીસી ટી.20 વર્લ્ડકપમાં આવતીકાલે ક્રિકેટ વિશ્ર્વના સૌથી મોટા બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામૂકાબલો ખેલાશે. ટી.20 વર્લ્ડકપમાં બહુ મોટા અપસેટ થઈ રહ્યા છે. આવામાં આવતીકાલનો મુકાબલો બંને કટ્ટર  હરિફો માટે જીતવો  ખૂબજ  જરૂરી બની  રહેશે.  વિશ્ર્વભરનાં ક્રિકેટ પ્રેમીઓને કાલે રોમાંચક ક્રિકેટ જંગ માણવાનો મોકો મળશે. અમેરિકાની વિકેટનો મિજાજ કળવો પડકારજનક હોય ટીમ ગમે તેટલી મજબુત હોય પરંતુ પરિણામની  અગાઉથી કલ્પના કે અટકળો લગાવવી ખૂબજ મુશકેલ બની જવા પામી છે.

આઈસીસી ટી.20 ક્રિકેટ વિશ્ર્વકપના 19માં મેચમાં આવતીકાલે રવિવારે અમેરિકાના ન્યુયોર્કમાં  ભારતીય સમય મુજબ રાત્રીના  8 કલાકે ક્રિકેટ વિશ્ર્વની સૌથી મોટા રાઈવરલી જોવા મળશે. જેમાં બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જામશે ભારતે ગત પાંચમી જૂનથી ભારતે ટી.20 વિશ્ર્વકપમાં પોતાના અભિયાનનો આરંભ કર્યો હતો. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને આઠ વિકેટથી કારમો પરાજય આપ્યોહતો. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પોતાના પ્રથમ મેચમાં યુએસએ સામે સુપર ઓવરમાં હારી ગઈ હતી. સુપર એઈડમાં પહોચવા માટે બંને ટીમો માટે આવતીકાલની મેચ જીતવી ખૂબજ જરૂરી છે. વનડે વિશ્ર્વકપ હોય કે ટી.20 વિશ્ર્વકપ અત્યાર સુધીનાં ઈતિહાસમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે કયારેય જીતવામાં સફળ રહ્યું નથી. ભારત આ પરંપરાને આગળ ધપાવવા ભારે ઉત્સાહિત છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ આ  શરમજનક રેકોર્ડને આગળ વધારવા ઈચ્છતી નથી. ટી.20 વર્લ્ડકપમાં અત્યાર સુધી બરાબર માહોલ જામતો નથી. અમેરિકામાં  રમાઈ રહેલા વર્લ્ડકપને ક્રિકેટ પ્રેમીઓ હજી પુરી રીતે સ્વિકારી રહ્યા ન હોય તેવું  લાગી રહ્યું છે. દરમિયાન  આવતીકાલે રમાનારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના  મુકાબલા બાદ બરાબર માહોલ જામે તેવું લાગી રહ્યું છે.ટી.20 વર્લ્ડકપમાં રોજ મોટા અપસેટ સર્જાય રહ્યા છે. યુએસએની ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. જયારે  અફઘાનીસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડની ટીમને કારમો પરાજય આપ્યો છે. જયારે બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને પરાજય આપ્યો હતો. જો પાકિસ્તાન આવતીકાલે ભારત સામેની મેચ હારી જશે તો લગભગ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાય જશે.ભારત અને પાકિસ્તાન વચ્ચે  વિશ્ર્વના  કોઈપણ ખૂણે  અને  કોઈપણફોરમેટમાં ક્રિકેટની મેચ રમાતી હોય વિશ્ર્વભરના  ક્રિકેટ પ્રેમીઓમાં  જબરદસ્ત ઉત્સાહ  અને રોમાંચકતા જોવા મળતી હોય છે. ટી.20 વિશ્ર્વકપમાં ભારતીય  ટીમે પોતાની  પ્રથમ મેચ જીતી આત્મવિશ્ર્વાસ હાંસલ કરી લીધો છે. બીજી તરફ યુએસએ  જેવી નબળી ટીમ સામે સુપર ઓવરમાં હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ હતાશામાં ગરકાવ થઈ ગયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.