મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન માટે કામ કરતી સંસ્થા માય જીંદગી ફાઉન્ડેશન દ્વારા ટુર્નામેન્ટનું આયોજન: આયોજક ‘અબતક’ની મુલાકાતે
શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરુરી છે. આજની વ્યસ્ત જીંદગીમાં સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહેવું થોડું મુશ્કેલ બને છે. આવા જ આશયથી કામ કરતી સંસ્થા માય જીંદગી દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા આવતીકાલે રાજકોટના રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ટી-ર0 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક તરફ ટી.વી.ના રુપેરી પડદે આવતી જાણીતી સેલીબ્રીટી અને બીજી તરફ રાજકોટના નામાંકિત બીઝનેસમેન તેમજ ડોકટર્સ સોશ્યલ વર્કસની ટીમ આ બન્ને ટીમ વચ્ચે રમારે ટી-ર0 મેચ આ કાર્યક્રમને લઇ અબતકને આંગણે આવેલા માય જીંદગીના દિક્ષિતા મહેતાએ જણાવ્યું હતું કે, ટી-ર0 મેચનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન સામે જનજાગૃતિ લાવવાનો અને સાથે સાથે ચેરીટી એકત્ર કરવાનો ઉદ્દેશ્ય છે.
માય જીંદગી ફાઉન્ડેશન દ્વારા સીલીબ્રીટી ટી-ર0 બશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેલિબ્રિટીની ટીમ બોકસી બોયઝમાં વિકાસ શેટ્ટી, કુમાર અમરસિંહ, રાજા ટુસ્સેન, અભિષેક વર્મા, અભિષેક કપુર, દિલીપ અગ્રવાલ, શબ્બીર અહલુવાલીયા, જેવા ટીવી કલાકારો ની સામે રોડીગ રાજકોટમાં ડો. ચેતન હંસાલીયા, ડો. પરેશ શાહ, ડો. મીલન રોકડ, ડો. વિજય નાગેચા, ડો. ભાવેશ કોટક સહીતના લોકોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે આવતીકાલે સાંજે 6 વાગ્યે રમાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટને જોવા ખાસ પ00 મેન્ટલી ચેલેન્જ બાળકો વૃઘ્ધાશ્રમના ર00 થી વધુ વૃઘ્ધો અને રાજકોટના ઠાકોરસાહેબ માધાતાસિંહ સહીતના લોકો ઉ5સ્થિત રહેશે.