ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત Vs શ્રીલંકા વચ્ચે T 20 મેચ રમાશે. 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટી-20 મેચ યોજાશે. હજુ ૧૭ જુનના રોજ આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહી મેચ યોજાયો હતો ત્યારે ફરી એક વખત રાજકોટ વાસીઓ ક્રિકેટ મેચનો નજરો લાઇવ જોઈ શકશે,

Khanderi Stadium - Picture of Saurashtra Cricket Association Stadium, Rajkot - Tripadvisor

ક્યાં મેચ રમાયા હતા ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ??

2016ની આઇપીએલમાં આ સ્ટેડિયમ ગુજરાત લાયન્સનું હોમ ગ્રાઉન્ડ હતું અને તેણે અહીં પાંચ આઇપીએલની મેચો રમી હતી.

આ ગ્રાઉન્ડમાં પ્રથમ ટેસ્ટ 2016ના નવેમ્બરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. છેલ્લી ટેસ્ટ 2018માં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી.

પ્રથમ વનડે 2013માં જાન્યુઆરીમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે અને છેલ્લો વનડે કોરોના કાળ પહેલા 17 જાન્યુઆરી 2020માં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો.

પ્રથમ ટી-20 ઓક્ટોબર 2013માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અને છેલ્લે નવેમ્બર 2019માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો

૧૭ જુન ૨૦૨૨માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ અહી યોજાયો હતો.

આ ગ્રાઉન્ડમાં અનેક ક્રિકેટરોએ લગાવી સેન્ચુરી

ખંઢેરી સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વનડ રમાય હતી. આ ગ્રાઉન્ડ પર ટેસ્ટ, વનડે અને ટી-20માં આ ક્રિકેટરોએ સેન્ચુરી નોંધાવી છે.

* ટેસ્ટમાં સદી : જો રૂટ, મોઇનઅલી, બેનસ્ટોક અને એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ) તથા ભારતના મુરલી વિજય, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવી છે.

* વનડેમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક એકમાત્ર ક્રિકેટરે સદી નોંધાવી છે.* ટી-20 મેચ નવેમ્બર, 2017માં ન્યુઝિલેન્ડના કોલીન મુનરોએ માત્ર 58 દડામાં 109 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

ઉપરોક્ત ઘણા બધા સ્ટાર ક્રિકેટરોએ અહીના સ્ટેડીયમમાં સેન્ચુરી લગાવી છે ત્યારે હવે નવા વર્ષમાં કયો ખેલાડી નવો રેકોર્ડ સર્જશે તે જોવાનું રહ્યું છે.

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન ડે મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી છે. જેમાં આજે બીજી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. શાહબાઝ અહેમદ અને કુલદીપ સેનની જગ્યાએ અક્ષર પટેલ અને ઉમરાન મલિકને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.