ખંઢેરી ખાતે બીસીસીઆઈના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતા
મેચ પૂર્વે બાંગ્લાદેશ અને ભારતીય ટીમે તનતોડ મહેનત કરી બીજા દિવસે પ્રેકટીસ સેશનમાં ભાગ લીધો હતો. પહેલો મેચ બાંગ્લાદેશ જીતી જતા ભારત ઉપર પ્રેસર વઘ્યું છે. ૩ મેચની સીરીઝમાં જો રાજકોટ ખાતેનો મેચ બાંગ્લાદેશ જીતી જાય તો સીરીઝ બાંગ્લાદેશ જીતશે ત્યારે ભારતીય ટીમે પરસેવો પાડી તનતોડ મહેનત કરી હતી. બીસીસીઆઈ અને બંને ટીમનાં મેનેજમેન્ટ તરફથી આજરોજ બાંગ્લાદેશવતી કેપ્ટન મહમંદુલ્લા તથા ભારતીય ટીમનાં સુકાની રોહિત શર્મા પત્રકાર પરીષદ સંબોધશે.
પ્રાપ્ત વિગત મુજબ બીજા ટી-૨૦ મેચમાં બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલી, પ્રેસીડેન્ટ જય શાહ સહિત બીસીસીઆઈનાં નામાંકિત હોદેદારો મેચ દરમિયાન ઉપસ્થિત રહેશે તેવી શકયતા સેવાઈ રહી છે. જાહેર કરવામાં આવેલા ટાઈમટેબલ મુજબ મેચનો ટોસ ૬:૩૦ વાગ્યે કરવામાં આવશે અને ૭:૦૦ વાગ્યે પ્રથમ સેશન ચાલુ થશે. આ તકે રાજકોટ ખાતે જે બીજો ટી-૨૦ મેચ રમાવા જઈ રહ્યો છે તેને જોતા રાજકોટવાસીઓમાં હરખની લાગણી વ્યાપી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ૮૦ ટકા જેટલી જંગી ટીકીટનું વેચાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે.