રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં રખડતા પશુઓના ત્રાસમાંથી પ્રજાને મુક્ત અને સુરક્ષિત બનાવવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ અને સમગ્ર જિલ્લામાં ઓછા વતે અંશે રેઢીયાર અને માલિકીના રસ્તે છોડી દેવાતા પશુઓના ત્રાસના દૂષણથી વારંવાર નાના મોટા અકસ્માતો અને તંત્ર અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા રહે છે ત્યારે રાજકોટ જિલ્લામાં રખડતા પશુઓના દૂષણને દામી દેવા માટે તંત્રએ મક્કમ પગલાં લેવાનું શરૂ કર્યું છે.
રેઢિયાર પશુઓની સમસ્યાના ઉકેલની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપાય
કોર્પોરે તને પોલીસની સાથે સાથે રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગે પણ આ દિશામાં અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું છે પશુપાલન વિભાગ દ્વારા ગૌશાળા સંચાલકો ને અને પાંજરાપોળ સહિતની સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી સંસ્થાઓને પશુઓના નિભાવની જવાબદારી ફિક્સ કરવાનું નક્કી કર્યું છે રાજકોટમાં 594 ગામોની પંચાયતો ને પ્રખરતા પશુઓની વ્યવસ્થા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
અબતક સાથેની મુલાકાતમાં પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર જિલ્લામાં 10 નગરપાલિકા 594 ગ્રામ પંચાયતો 11 શહેરો 11 તાલુકા પંચાયતમાં 2019 ની સ્થિતિએ 24 919 રખડતા પશુઓ ની વસ્તી છે નવી વસ્તી ગણતરીનો આંક 202425 માં આવશે રાજકોટ જિલ્લામાં કુલ 12 પાંજરાપોળ અને 212 ગૌશાળાઓ ચાલે છે તેમાંથી મોટાભાગે સરકારની મુખ્યમંત્રી ગૌમાતા યોજનાનો લાભ લઈને ચાલતી ગૌશાળાઓ જો ડિયાતા રખડતા પશુઓ સાચવવાની ના પાડશે તો તેમની સામે ગ્રાન્ટ રોકવા સહિતની કામગીરી કરવામાં આવશે.
રેઢીયાર રસ્તે રજડતા પશુઓની વ્યવસ્થા જાળવવામાં પશુપાલન વિભાગમાં વર્ષોથી મહેકમની ઘટ પણ પડકાર જનક પરિસ્થિતિ ઉભી કરે છે રાજકોટમાં ન્યાય પશુપાલક નિયામકની એક જગ્યા છે અને તે પણ વર્ષોથી ખાલી છે મદદની પશુપાલક નિયામકની જગ્યા પર ખાલી છે જ્યારે પશુ ચિકિત્સક અધિકારી ની કુલ 31 જગ્યા પર માત્ર આઠ જગ્યાએ વેટેનરી ડોક્ટર ફરજ બજાવે છે જ્યારે જિલ્લામાં 23 જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે
પશુધન નિરીક્ષકની 21 જગ્યા પર 14 માંથી સાત જગ્યાઓ અત્યારે ખાલી છે જિલ્લામાં પશુપાલન વિભાગમાં કુલ 54 ના મેકમ સામે 32 જગ્યા ખાલી છે અને 22 થી કામ ચલાવવામાં આવે છે આમ મેકમથી લઈને કચેરીની જગ્યા સહિતના પ્રશ્નો વચ્ચે પશુપાલક નિયામક વિભાગ વ્યવસ્થા ચલાવે છે હવે રખડતા ઢોર અને પશુ સંબંધિત સમસ્યાના ઉકેલમાં પંચાયતોની સાથે સાથે સરકારની ગ્રાન્ટ આધારિત પાંજરાપોળોને ગૌશાળાઓને પણ જવાબદારી સોંપવામાં આવી રહી છે આવનાર દિવસોમાં ક્રમશ ધીરે ધીરે શહેર જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યાઓ સંપૂર્ણપણે નિવારવા માટે તંત્ર બન્યું છે અને ગૌશાળા પાંજરાપોળ સહિતની સંસ્થાઓને જવાબદારી પૂર્વક પશુઓને નિભાવવા માટે ફરજ પાડવામાં આવશે તેમ પશુ પલંગ ભાગ દ્વારા જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં વર્ષોથી પશુધન ગણતરી થઈ નથી: પશુપાલન અધિકારી કે આર કટારા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રખડતા પશુઓની સમસ્યાના ઉકેલ માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે ત્યારે પશુઓની સાચી વસ્તી નો અંદાજ પણ જરૂરી છે પશુપાલન વિભાગના અધિકારી કે આર કટારાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 20 મી પશુ ગણતરી ની સંખ્યા મુજબ પશુઓની કુલ સંખ્યા 24619 ની છે હવે 202425 માં વસ્તી ગણતરી થશે દર પાંચ વર્ષે થનારી નવી વસ્તી ગણતરી થયા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવે અને આ અંદાજ પરથી જ રેઢીયાર પશુઓની વ્યવસ્થા ગોઠવી શકાય