પાંચ ડમ્પર, બે ટેલર, હીટાચી મશીન, જેસીબી અને ચરખા કબ્જે
થાન વિસ્તારમાં થતી ખનીજ ચોરી અંગે એલસીબી થાન પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દદ્વારા સંયુકત રીતે ઝુંબેશ ચલાવી એક સપ્તાહ સુધી મોટી સંખ્યામાં ચોરેલું ખનીજ અને વહન કરતા પાંચ ડમ્પર અને ત્રણ ટેલર સહિત વાહન કબ્જે કરવામાં આવતા ખનીજ માફીયામાં ફફડાટ મચી ગયો છે.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા ઇન્ચાર્જ પો.અધિ.સા. સુ.નગર તથા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી જીલ્લામાંથી ગેરકાયદેસર ખનીજનુ ખોદકામ તેમજ વહન નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે પો.ઇન્સ. કે.બી.વિહોલ તથા પો.સબ.ઇન્સ. વી.આઇ. ખડીયા તથા પો.સબ.ઇન્સ. એ.એમ.ચુડાસમા દ્રારા બાતમીદારોની મદદથી ગેરકાયદેસર રીતે વહન કરતા વાહન ચાલકો તેમજ ગેરકાયદેસર રીતે ખનન કરતા ઇસમોને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ખાણખનીજ વિભાગ સુરેન્દ્રનગર ને જાણ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા સદરહુ વાહનો સીઝ કરી થાનગઢ પોલીસ સ્ટેશન મા રાખવામા આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
રૂપાવટી ચોકડી પાસે ડમ્પર જી.જે. 13-એ ડબલ્યુ 063ર મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલ જે ડમ્પર થાનગઢ પો.સ્ટે. ખાતે રાખી ખાણ ખનીજ વિભાગ સુ.નગર નાઓએને યોગ્ય કાર્યવાહી અર્થે જાણ કરી છે.
નવાગામ રોડ પર ડમ્પર જેના જી.જે. 01-જે.ટી 3768 નંબરના ડમ્પરને જેમા 31.280 મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલ ખાણ ખનીજ વિભાગ સુ.નગર નાઓએને યોગ્ય કાર્યવાહી અર્થે જાણ કરી છે.
થાનગઢ પોલીસ સ્ટેશન તેમજ ખાણખનીજ વિભાગ ટીમ સાથે વિસ્તારમા એક પીળા રંગનુ જેસીબી નંબર-07-પી.વાય.એન.જે.ડી.ર01 એકેએન 30320222 એસકે વેટર મશીન જેસીબી 205 કી.રૂ.50,00,000/- તથા (2) અશોક લેલન ડમ્પર જેના રજી.નં-જી.જે.03-વી.વાય 7419 વાળુ જેની કી.રૂ.30,00,000/- વાળુ સીઝ કરી પો.સ્ટે. ગ્રાઉનઽમા રાખવામા આવ્યું છે.
જામવાડી ખાતેથી ખનીજ ખોદકામમા ઉપયોગમા લેવાતા લોખંડના પોલ નંગ-10 જેની કી.રૂ.50,000/- થાનગઢ પો.સ્ટે. ખાતે રાખી ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી અર્થે જાણ કરી છે.
ગેરકાયદેસર સ્ટોક તથા બે ટ્રેલર મળી આવેલ હોય જેથી તા.16/05/2023 ક.01/30 વાગ્યે ખાણખનીજ વિભાગ ટીમને જાણ કરી બોલાવી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી કરવામા ખાણ ખનીજ ટીમ સાથે રહી કાર્યવાહી કરી છે.
રૂ. 4 લાખની કિંમતનું નંબરનું ટ્રેલર જેના રજી.નં-આરજે. 27-જી.બી, 3355 નંબરનું ટેલર ખાણ ખનીજ સિઝ કરી ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી કરવા જાણ કરી છે.
થાનગઢ પોલીસ સ્ટેશન એલ.સી.બી. શાખા અને ખાણખનીજ વિભાગ ટીમ સાથે ટાટા હીટાચી કંપનીનુ એકસ વોર્ટ મશીન જેની કી.રૂ.50,00,000/- વાળુતથા (2) એક ડમ્પર જેના રજી.નં-જી.જે.36-ટી 1830 વાળુ જેની કી.રૂ.20,00,000/- વાળુ સીઝ કર્યુ છે.
થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમયાન એક ડમ્પર જેના રજી.નં-કે.એ.3-એ.બી. 7588 વાળુ જેમા 36,430 મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલ જે ડમ્પર ખાણ ખનીજ વિભાગ ે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી છે.થાનગઢ પોલીસ સ્ટેશન તેમજ ખાણખનીજ વિભાગ ટીમ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા ભડુલા વિસ્તારમાથી બીનવારસી ચરખી મશીનો નંગ-10 જેની કી.રૂ. 10,00,000/- પોલીસે સીઝ કરી છે.