વિવિધ તાલુકાઓમાં તંત્ર દ્વારા 110 જેટલા કનેકશન ચેકીંગમાંથી ર1 ગેરકાયદે મળી આવતા ચાર લાખથી વધુનો દંડ ફટકાર્યો: વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જીલ્લામાં વીજતંત્ર દ્વારા ઓચિંતા દરોડા પાડીને રૂા.30 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જિલ્લાના થાન, લખતર, મુળી,સાયલા અને ધ્રાંગધ્રા તાલુકાઓમાં વીજતંત્રની ટીમોએ ચેકીંગ અભિયાન હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. લખતર તાલુકામાં પ.ગુ.વીજકંપની ટીમો દ્વારા ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. તાલુકાનાં લીલાપુર, કારેલા,ઢાંકી, ઈંગરોળી, સહીતના ગામડાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં 110 જેટલા કનેકશન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 21 કનેકશન ગેરકાયદેસર મળી આવ્યા હતા.વીજ જોડાણ સાથે ગેરરીતી કરવામાં આવનાર લોકોને આશરે રૂા.4.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજતંત્રના ચેકીંગથી તાલુકામાં વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

પ.ગુ વીજકંપનીના સુરેન્દ્રનગર ડિવીઝનના સુરેન્દ્રનગર સર્કલની ટીમો દ્વારા લખતર ઉપરાંત મુળી અને થાન તાલુકાઓમાં પણ વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. લખતર, મુળી,થાન તાલુકામાં 27 ટીમો દ્વારા 481 જેટલા વીજકનેકશનો તપાસવામાં આવ્યા હતા જેમાંથી 59 કનેકશનમાં વીજચોરી ઝડપાતા રૂા.10.93 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મુળી શહેર ઉપરાંત થાનગઢ તાલુકાના રૂપાવટી, લાખામાચી, સારોડી, રામપરા, દેવળીયા સહીતના ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જયારે સાયલા તેમજ ડોળીયા ગામે વીજ ચેકીંગ હાથ ધરાયું જેમાં રહેણાંકના 31 કનેકશનોમાં ગેરરીતી જણાતા આઠ લાખ રૂપિયા જેટલી વીજચોરી ઝડપાઈ.

સાયલા પી.જી.વી.સી.એલ તેમજ સુરેન્દ્રનગર વીજલન્સની કોર્પોરેટ ટ્રાય હાથ ધરવામાં આવી હતી જયારે સાયલાના ખોડીયાર નગર પરા વિસ્તારમાં ઘણા સમયથી ડીમ વોલ્ટેજનો પ્રશ્ન હોય અને ઉચ્ચ કક્ષાઓ સુધી રજુઆત કરવામાં આવી હોય જેને ધ્યાનમાં લઈ અચાનક વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જયાં 21 કનેકશનોમાં ગેરરીતી જણાઈ હતી. જેનો દંડ 5.50 લાખ આંકવામાં આવ્યો હતો તેમજ ડોળીયા ગામે પણ 10 જેટલા ઘર વપરાશના વીજ કનેકશનની અંદર ગેરરીતી માલુમ પડતાં 2.50 લાખનો દંડ આપવામાં આવ્યો હતો જયારે જોવા જઈએ તો સાયલા તેમજ ડોળીયા વચ્ચે કુલ 31 જેટલા કનેકશનોમાં ગેરરીતી નજરે આવી હતી. જેને લઈ અને કુલ આઠ લાખ જેટલો દંડ વીજ ચોરી કરતા ઈસમોને ફટકારવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા ચેક કરાતા રૂા.5.09લાખની વીજચોરી પકડાયેલ છે તેમજ ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ રાંચી રેસ્ટોરન્ટનુ વાણિજ્યક વીજજોડાણ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા ચેક કરાતા રૂ.5.07 લાખની વીજચોરી પકડવામાં આવી છે.

આમ કુલ રૂા.10.16લાખનો દંડ ફટકારતા હાલ ધ્રાંગધ્રા તાલુકાના વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે દસાડા તાલુકાના મોટી મજેઠી ગામ ખાતે સુરેશભાઈ રામચંદ્રભાઈ વૈષ્ણવનું વાણિજ્યક વીજજોડાણ ચેક કરાતા રૂ 5.90 લાખની વીજચોરી પકડાયેલ છે તેમજ જીવણગઢ ગામખાતે લાભુભાઈ પોપટભાઈ ધામેચાનુ વાણિજ્યક વીજજોડાણ ચેક કરાતા રૂા.5.70 લાખની ચોરી પકડવામાં આવેલ છે.

આમ વીજચોરો દ્વારા ડાયરેકટ વીજ જોડાણ જોડી વીજચોરી કરાતા રંગેહાથ ઝડપાતા તેઓને કુલ 11.60 લાખનો દંડ ફટકારતા હાલ દસાડા તાલુકાના વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે વધુમાં વીજ પત્ર ના અધિકારી જે.બી. ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી દિવસોમાં વીજચોરોને ઝડપી પાડવા વધુ વીજલન્સની ટીમો દ્વારા સખત ચેકીંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.