Abtak Media Google News

ધોરાજી પ્રાંતની અધ્યક્ષતામાં બનેલી કમિટી ફેકટરી અને તેની આસપાસના પાણી, ઠંડા પીણા સહિતની વસ્તુઓની તપાસ કરી કોલેરા વકરે નહિ તે માટે પગલાં લેશે

ઉપલેટામાં કોલેરાથી 4 બાળકોના મોત બાદ તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેકટર દ્વારા ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ધોરાજી પ્રાંતની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી ફેકટરી અને તેની આસપાસના પાણી, ઠંડા પીણા સહિતની વસ્તુઓની તપાસ કરી કોલેરા વકરે નહિ તે માટે પગલાં લેશે.

ઉપલેટાના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં મજૂરના 7 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી 4 બાળકોનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર ઉપલેટા ખાતે દોડી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને લઈને વિવિધ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ આ મૃતક બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હોય, તેઓના રિપોર્ટ ગઈકાલે આવ્યા હતા. આ રિપોર્ટમાં કોલેરા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આ ઘટનામાં જિલ્લા કલેકટરે તપાસ કમિટી બનાવી છે. આ કમિટીમાં ધોરાજી પ્રાંતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સાથે સચિવ સભ્ય તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત સભ્ય તરીકે નિલેશ પીઠડીયા, પી.એમ. બુચ (સિવિલ પીડિયાટ્રિક), જીપીસીબીના પી.એમ.પરમાર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર બી.પી. પંચાસરાને બનાવવામાં આવ્યા છે. આ કમિટી ત્રણ દિવસમાં રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેકટરને સોંપવાની છે. ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા પગલાં લેવામાં આવનાર છે.

વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર કમિટી દ્વારા ફેક્ટરીની અંદર પીવાતા પાણીની તપાસ કરવામાં આવશે. આ સાથે આજુબાજુમાં પાણીની પણ તપાસ કરવામાં આવશે. વધુમાં આજુબાજુમાં પેપ્સી જેવા જે કોલ્ડડ્રિંક્સ મળે છે તેની પણ ચકાસણી કરવામાં આવશે.

જો આ મામલે કોઇ કસૂરવાર ઠરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બનાવને પગલે જિલ્લા કલેકટરે પ્રતિબંધિત આદેશો જારી કર્યા છે. જેમાં આદેશ અપાયો છે કે બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે તેમજ ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવા પર, પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં દૂષિત પાણીની શક્યતા હોવાથી ખાડા ખોદી પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવવા અને પીવાના પાણીને કલોરિનેશન બાદ જ ઉપયોગમાં લેવાના રહેશે.

ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ,મીઠાઈ, ગોળ,ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા,શાકભાજી ફળફળાદીનાforming ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા  રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ,રેસ્ટોરન્ટ, મીઠાઈ,-ફરસાણની દુકાન,ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડીશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

કોલેરાના સંભવીત કેસો સામે રાજકોટ કલેકટરના પ્રતિબંધાત્મક આદેશો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ પર આવેલ ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં સંભવિત કોલેરાના કેસો સામે આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ  પ્રભવ જોશી દ્વારા ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા ગામ રોડ પર આવેલ સંસ્કાર પોલીમર્સ, અર્ચન પોલીમર્સ, આશ્રય પોલીમર્સ વગેરે ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં  અને તેની આજુબાજુના 10 કી.મી.ના વિસ્તારમાં  પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ   દ્વારા મામલતદાર  ઉપલેટાની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ આદેશો મુજબ બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે તેમજ ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવા પર, પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં દૂષિત પાણીની શક્યતા હોવાથી ખાડા ખોદી પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવવા અને પીવાના પાણીને કલોરિનેશન બાદ જ ઉપયોગમાં લેવાના રહેશે. ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ,મીઠાઈ, ગોળ,ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા,શાકભાજી ફળફળાદીના ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા  રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ,રેસ્ટોરન્ટ, મીઠાઈ,-ફરસાણની દુકાન,ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડીશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશોનુ ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.