વિટામીન ડી નો હાઇ ડોઝ કિડનીને અને કેલ્શિયમનો અતિરેક ધમનીને નુકશાન પહોચાડે છે: આડેધડ ડાયેટ સપ્લીમેન્ટસના સેવનથી હાર્ટ એટેડ અને કેન્સર જેવી જીવલેણ બિમારીઓને નોતરું
તંદુરસ્તી જાળવી રાખવા આજકાલ લોકો કૃત્રિમ વિટામીન્સ અને ડાયેટ સપ્લીમેન્ટરીઓનો ડોકટરની સલાહ અને માર્ગદર્શન વિના આડેધડ ઉપયોગ કરતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ભારે જોખમી સાબિત થઇ શકે છે. લોકોનો મનમાં એવી ધારણા હોય છે કે આ પ્રકારની ડાયેટ સપ્લીમેન્ટ લેવાથી માત્ર શરીરને ફાયદો થાય છે અને કોઇ આડઅસર થતી નથી. જો કે આ ધારણા ખોટી છે. જો તમે કૃત્રિમ વિટામીન્સ ડોકટરની સલાહ વિના લેતા હોવ તો ચેતી જજો.
વિટામીન સાયરન સપ્લીમેન્ટનો હાઇ ડોઝ જોખમી એઇમ્સના પૂર્વ સલાહકાર ડો. બિમલ છાજેર જણાવે છે કે, કેટલીક સામાન્ય અને જાણીતી સપ્લીમેન્ટસ જેવી કે વિટામીન ડી, વિટામીન બી 1ર, વિટામીન નીર અને બી 6 પ્રોટીન સપ્લીમેન્ટસ લોકો ડોકટરની સલાહ વિના આડેધડ લેતા હોય છે.
સાયરન અને કેલ્સીય, પ્રોબાયોટિકસ અને ફિશ ઓઇલ જેવા મિનરલ્સનું પણ સેવન કરતા હોય છે. તેઓ જણાવે છે કે યોગ્ય માર્ગદર્શન વિના જો હાઇ ડોઝ લેવામાં આવે તો પેટમાં દુખાવો, ચૂક આવવી, બળતરા થવી, પાચનશકિત નબળી પડવી, અચાનક વજન વધવો અથવા ઘટવો, ઉલ્ટી થવી, ચકકર આવવા, ભૂખ ન લાગવી, ડાયેરીયા જેવા આડઅસરો થાય છે. કેટલાંક હેલ્થ રિપોર્ટ અને અભ્યાસોમાં આ વાત પૂરવાર થઇ ચૂકી છે.
વધુ પડતું સેવન ઝેર બને છે. દિવસમાં પ00 મીલીગ્રામથી વધુતુ વિટામીનની બી 6 લેવાથી એટલે કે હાઇ ડોઝથી હાનિકારક અસર થતી હોવાના મેડીકલમાં પુરાવા છે. વિટામીન ઇનો 600 – 1200 મી.ગ્રા.નો દિવસનો ડોઝ લેવાથી બ્લીડીંગ થવાનો ખતરો રહે છે. 1ર00 મી.ગ્રામથી વધુ ડોઝ લેવાથી ઝાડા,
નબળાઇ, આંખમાં ઝાંખપ જેવી આડઅસર થતી જોવા મળે છે. ફિશ ઓઇલ અને ઓમેગા-3 નો 2000 મી.ગ્રા.થી વધુનો ડોઝ આરોગ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે.
વિટામીન ડી નું વધુ પડતું સેવન કિડનીને નુકશાન પહોચાડે છે. વિટામીન ડીનો હાઇ ડોઝ એટલે કે પ્રતિ મિલિલીટર 100 નેનોગ્રામથી વધુનું સેવન કિડની ડેમેઝ કરી શકે છે. જેનાથી સ્નાયુનો દુખાવા, મુડ સ્વીંગ, પથરી અને ગંભીર પેટનો દુ:ખાવો જેવા ગંભીર પરિણામ આવે છે. હ્રદય રોગના હુમલાનો ખતરો પણ ઉભો થાય છે.
કેલ્શિયમનો અતિરેક ધમની સખત કરે છે. એક દિવસમાં રપ00 મિ.ગ્રા.થી વધુ કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવાથી ધમનીને કઠણ બનાવે છે. અને હ્રદયને પણ નુકશાન પહોંચાડે છે. કેલ્શિયમ હાડકા માટે ખુબ જ મહત્વનું અને જરુરી છે. કેલ્શિયમની ખામીથી હાડકા નબળા બને છે. કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં જાળવી રાખવા માટે વધુ પડતું સેવન ન થાય તેનું ઘ્યાન રાખવું જરુરી છે.
મલ્ટી વિટામીન ટેબલેટ શરીરમાં અન્ય પોષકતત્વોને મર્યાદીત કરી નાખે છે. ઘણા લોકોમાં એવી ધારણ હોય છે કે મલ્ટીવિટામીન ટેબલેટ શરીરમાં પોષણની જરુરીયાતને પૂર્ણ કરે છે. હકીકતમાં માત્ર વિટામીન્સ જરુરી નથી. રોજીંદી જીંદગીમાં શરીરને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કેટલાક ન્યુટ્રીશન પણ જરુરી હોય છે. માત્ર મલ્ટી વિટામીન લેવાથી અને પૂરતા ડાયેટ પર ઘ્યાન ન આપવાથી જરુરી નિનરલ્સ અને ન્યુટ્રીઅન્સની ખામીના લીધે શરીરમાં ઉણપ ઉભી થાય છે. અને શરીરના મહત્વના અંગોને નુકશાન પહોંચે છે.
ડો. બિમલ છાજેર જણાવે છે કે જો કોઇ આ રીતે આડેધડ દરરોજ ડાયેટ સપ્લીમેન્ટસ લેતા હોય તો તાત્કાલીક બંધ કરો. કૃત્રિમ વિટામીન્સ અને ડાયેટ સપ્લીમેન્ટરીઓના હાઇ ડોઝથી રેશીસ અને ખંજવાળ, સ્નાયુ અને હાડકાના દુ:ખાવો, વારંવાર માથાનો દુ:ખાવો, ઉલ્ટી, થાક, પેટમાં સોજો બળતરા અને ડિહાઇડ્રેશન જેવી આડઅસરો જોવા મળે છે. ડોકટરની સલાહ અને માર્ગદર્શન વિના કૃત્રિમ વિટામીન્સની ગોળીઓ લેવાનું ટાળવું.
કેટલાક અભ્યાસો દર્શા વે છે કે ડાયેટ સપ્લીમેન્ટસના હાઇ ડોઝથી હાર્ટ એટેક, સ્કીન કેન્સર, કોલેરિકટલ કેન્સર, લેગ કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બિમારીઓ થાય છે. આરોગ્યના નિષ્ણાંતો પણ સપ્લીમેન્ટસનું કોકટેલ સેવાન કરવાની મનાઇ કરે છે તબીબી રીતે નિષ્ણાંતની સલાહ વિના અલગ અલગ દવાઓ એક સાથે લેવી અયોગ્ય અને જોખમી હોવાનું સાબિત થયું છે. તેથી ડોકટર કે નિષ્ણાંતના માર્ગદર્શન વિના અને શરીરની તંદુરસ્તીને અનુલક્ષીને જ કૃત્રિમ વિટામીન્સ અને ડાયેટ સપ્લીમેન્ટરીઓનું સેવન કરવું હિતાવક છે.