પાંચ દિવસ પૂર્વે ડો.નેહલ શુકલએ કુલપતિ-ઉપકુલપતિ સમક્ષ આર.એસ.એસ.નું ભારતનાં વિકાસમાં યોગદાન નામનું ચેપ્ટર ઉમેરવા પત્ર લખ્યો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપનાં સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલએ પાંચ દિવસ પૂર્વે ઈતિહાસ વિષયમાં આર.એસ.એસ.નું ભારતનાં વિકાસમાં યોગદાનનું ચેપ્ટર ઉમેરવાની કુલપતિ અને ઉપકુલપતિ સમક્ષ એક પત્ર લખ્યો હતો. જેનાથી રાજકારણ ગરમાયું હતું જોકે આજે આ પરીપત્ર સિન્ડીકેટ સભ્ય નેહલ શુકલએ પરત ખેંચ્યો છે.
મળતી માહિતી મુજબ નેહલ શુકલએ પોતાનાં પત્રમાં યુનિવર્સિટીને લખ્યું હતું કે, ભારતની આઝાદી પછી કોંગ્રેસ અને તેનાં સાથીદારો વર્ષો સુધી આ દેશ પર રાજ કરતા રહ્યાં છે. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈનાં ફાળાને મહત્વ આપવામાં આવ્યું નથી તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારાને લોકો ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હવે જોકે સમગ્ર દેશમાં સંઘની વિચારધારાને લોકો આવકારી રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા દેશનાં નિર્માણમાં કેટલો ફાળો આપ્યો છે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારીઓ છે કે તેઓ નિષ્ઠાપૂર્વક આ ફરજ બજાવે છે. મળતી માહિતી મુજબ આ પત્રનો વિરોધ થતાં અને રાજકારણ ગરમાતા આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલએ પરીપત્ર પરત ખેંચી લીધો હતો.