સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તારીખ 14ના અધૂરી રહેલી સિન્ડિકેટની બેઠક આજે મળશે જેમાં વિદ્યાર્થી હિતના મુદ્દાઓ કરતા ખાનગી કોલેજોને લાભ આપવાના એજન્ડા વધુ છે.
આજની સિન્ડિકેટની બેઠકમાં પેપર રિ-એસેસમેન્ટ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીના માર્કમાં સુધારો થાય તો રિ-એસેસમેન્ટ માટે છાત્રએ ભરેલી ફી તેને રિફંડ આપવા અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત શહેરની જુદી જુદી છ ખાનગી કોલેજોને નવા અભ્યાસક્રમ મંજૂર કરવા અંગે પણ ચર્ચા-વિચારણા કરાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળનારી સિન્ડિકેટની બેઠકમાં લેવાશે નિર્ણય નવા અભ્યાસક્રમના નામે છ ખાનગી કોલેજને મંજૂરી અપાશે.