યુનિવર્સિટીઓમાં કોર્ટનું સ્થાન એટલે કે સેનેટ, નીતિનિર્માણ મંડળ તરીકેનું છે જ્યારે સિન્ડીકેટ રોજબરોજના પ્રશાસકીય નિર્ણયો લે છે
વર્ષ ૧૯૬૭ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારબાદ કેટલાય સિન્ડીકેટ સભ્ય આવ્યા અને ગયા. યુનિવર્સિટીઓની વ્યવસ્થા તંત્ર સમગ્ર સેનેટ અને સિન્ડીકેટ પર રહેલું છે. આ ઉપરાંત એકેડેમીક કાઉન્સીલ અને યુનિવર્સિટીઓના અન્ય બોર્ડો અને સમીતીઓનું અનેરૂ મહત્વ છે. જો કે વાત કરીએ તો સૌરાષ્ટ યુનિવર્સિટીમાં સેનેટ વિના સિન્ડીકેટ અધુરી છે. સેનેટ સભ્યો ધારાસભ્યો સમાન છે જ્યારે સિન્ડીકેટના સભ્યો મંત્રી મંડળ છે. રાજ્યમાં જેમ મંત્રી મંડળનું વધુ મહત્વ છે તેમ યુનિવર્સિટીઓમાં પણ સિન્ડીકેટ સભ્યો સર્વેસર્વા છે પરંતુ તેના માટે સેનેટ સભ્ય હોવું ખુબજ જરૂરી છે. એટલે કે કહીં શકાય કે સેનેટ સભ્ય જ ન હોય તો સિન્ડીકેટ સભ્યોનું મહત્વ રહેતું નથી. કારણ કે, સેનેટ જ સભ્ય સિન્ડીકેટ સભ્યોને પસંદ કરી ચૂટે છે.
સેનેટને કોર્ટ પણ કહે છે. યુનિવર્સિટીમાં કોર્ટનું સ્થાન એક નીતિ નિર્માણ મંડળ તરીકેનું છે અને ખાસ તો વિદ્યાર્થી હિતમાં સેનેટ વિના સિન્ડીકેટ અધુરી છે તેમ પણ કહી શકાય સેનેટમાં પોતાની રૂહે બનતા સભ્ય, યુનિવર્સિટી અધિકારીઓ સીવાયના હોદ્દાની રૂહે બનતા સરકારી સભ્યો, વિધાનસભા, નગરપાલિકા કે પંચાયત, વેપારી મંડળ, માધ્યમિક શાળાના આચાર્ય તેમજ માધ્યમિક શિક્ષકોના મતદાર પૈકી પ્રત્યેક એક પ્રતિનિધિ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સ્નાતકોના વિદ્યાશાખા દીઠ મતદાર વિભાગોમાંથી એક-એક પ્રતિનિધિ, દાતા, બાર એસો., મેડિકલ કાઉન્સીલ, ઈન્સ્ટિટયુટ ઓફ એન્જી. વગેરેના એક પ્રતિનિધિ, અધ્યાપકો અથવા શૈક્ષણીક વ્યક્તિઓમાંથી વરણીથી કેટલાક સભ્યો વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓના સભ્યો તરીકે સેનેટમાં બેસે છે. સેનેટનું કામ યુનિવર્સિટીના વિકાસ અને પ્રગતિને લગતી સામાન્ય નીતિનું નિર્માણ, વિધાનસભા અને સિન્ડીકેટના ભલામણથી નવા ડિગ્રી, ડિપ્લોમાં, સર્ટીફીકેટ વગેરે દાખલ કરવા તેમજ યુનિવર્સિટીનો વાર્ષિક પ્રગતિ અહેવાલ અને વાર્ષિક હિસાબ મંજૂર કરવા સંશોધન અને શિસ્થ અભ્યાસ વગેરેની સંસ્થાને સ્વીકૃતિ આપવી તેમજ યુનિવર્સિટીના સ્થાવર મિલકતને લગતી કામગીરી એવા કાર્યો કરવાના હોય છે. સામાન્ય રીતે સેનેટ યુનિવર્સિટીનું બજેટ મંજૂર કરે છે. સિન્ડીકેટે ઘડેલા વટહુકમો પણ માન્ય કરે છે. યુનિવર્સિટીના ઠરાવો સેનેટના સભ્યો તેની જાણ માટે મોકલવામાં આવે છે. તેમજ કોર્ટને પોતે ઘડેલા ધારાઓ સુધારવા કે નાબૂદ કરવાની સત્તા પણ છે. સિન્ડીકેટે ઘડેલા વટહુકમોને ચર્ચા કરી શકે છે તે રેકર્ડ પણ કરી શકે છે અને તે પુન: વિચારણા માટે સિન્ડીકેટ પર પાછા મોકલી શકે છે પણ તેમાં કોઈ સુધારા કરી શકતી નથી અને તેનું સેનેટનું ખાસ કામ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાનું હોય છે.
સિન્ડીકેટની વાત કરીએ તો યુનિવર્સિટીના રોજબરોજના પ્રશાસકીય નિર્ણયો સિન્ડીકેટ લે છે, યુનિવર્સિટીના તમામ નાણાકીય બાબતોના નિર્ણય પણ સિન્ડીકેટ જ લે છે. યુજીસીના મોડલ એકટ મુજબ તેને એક્ઝીક્યુટીવ કાઉન્સીલ કહેવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નનન્સ પણ કહેવામાં આવે છે. યુનિવર્સિટીના શિક્ષકો અને બિનશિક્ષકોની પસંદગી સમીતી, તેમની નિમણૂંકો, વિવિધ પરીક્ષાના કાર્યક્રમ અને તેના પરીક્ષકો, યુનિવર્સિટીનું બજેટ, તેનો વાર્ષિક પ્રગતિ અહેવાલ, શિક્ષા, બઢતી વગેરે નિર્ણયો સિન્ડીકેટ લે છે. યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ તેમના હોદ્દાની રૂહે તેમના સભ્યો હોય છે. કુલપતિ સિન્ડીકેટની બેઠકનું અધ્યક્ષ પદ સંભાળે છે અને તેના નિર્ણયમાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે વાત કરીએ તો સિન્ડીકેટમાં પાંચ જનરલ સીટ, બે ટીચર્સ, ૨ પ્રિન્સીપાલ, એક હેડ તેમજ ચાર સરકારે નિયુક્ત કરેલા સભ્યો હોય છે. પાંચ જનરલ કેટેગરીના સભ્યોની ચૂંટણી થાય છે જેમાં સેનેટ સભ્યો જ મતદાન કરી શકે છે. એટલે કહી શકાય કે, સેનેટ વિના સિન્ડીકેટ અધુરી છે.
સિન્ડીકેટે લીધેલા નિર્ણયોની મંજૂરી સેનેટમાં લેવી પડે: ડો.ગીરીશ ભીમાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને આંકડાશાસ્ત્ર ભવનના વડા ડો.ગીરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિન્ડીકેટ નિતી વિષયક નિર્ણય લે છે. સિન્ડીકેટના જે નિર્ણયો થયા હોય તે પાલન કરાવવાની જવાબદારી રજિસ્ટ્રારની હોય છે. જ્યારે સેનેટ એ સર્વાધિક મંડળ છે. સિન્ડીકેટ દ્વારા જે પણ નિર્ણયો થયા હોય તેની મંજૂરી સેનેટમાં લેવી પડે છે. સિન્ડીકેટની બોડી વિદ્યાર્થી હિત અને શિક્ષણના હિતમાં નિર્ણયો કરતી હોવી જોઈએ. સાથો સાથ યુનિવર્સિટી પોતાની બ્રાન્ડ ઈમેજ ઉભી કરી શકે તેમજ ખર્ચાઓ યુનિવર્સિટીના હિતમાં થવા જોઈએ. ક્વોલીટી એજ્યુકેશનને ધ્યાનમાં રાખી વહીવટી વિભાગો અને શૈક્ષણિક ભવનોમાં પણ સુધારાઓની ખાસ આવશ્યકતા છે. સિન્ડીકેટની ચૂંટણી દર ત્રણ વર્ષે જ્યારે સેનેટની ચૂંટણી દર પાંચ વર્ષે થતી હોય છે.
સેનેટનું સ્થાન નીતિ-નિર્માણ મંડળ તરીકેનું છે: મહેશ ચૌહાણ
સૌરાષ્ટ્રના યુનિવર્સિટીના અગ્રણી અને હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સેનેટનું સ્થાન યુનિવર્સિટીમાં ફાઈનલ ઓથોરીટી જેવું છે. જ્યારે સિન્ડીકેટ પોલીસી નિર્ણયો કરતી હોય છે. સેનેટમાં શિક્ષક સભ્યો ઉપરાંત બિન શિક્ષકો પણ હોય છે. સિન્ડીકેટમાં સેનેટ સભ્યો હોય તો જ સિન્ડીકેટ સભ્ય બની શકે છે. સામાન્ય રીતે સેનેટ એ યુનિવર્સિટીનું સર્વોચ્ચ અધિકાર મંડળ ગણાય છે. જ્યારે સિન્ડીકેટ રોજબરોજના પ્રશાસકીય નિર્ણયો લેતી હોય છે અને તમામ નાણાકીય બાબતના નિર્ણયો પણ સિન્ડીકેટ જ લે છે. આમ જોવા જઈએ તો યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ બન્નેનું મહત્વ છે. પરંતુ વિદ્યાર્થીઓના હિતને વાત કરીએ તો સેનેટ એ ડિગ્રી આપવાનું કામ કરે છે. એટલે સેનેટનું મહત્વ વધુ છે અને સિન્ડીકેટ સભ્ય બનવા સેનેટ સભ્ય હોવું જરૂરી છે.
સેનેટ લોઅર હાઉસ અને સિન્ડીકેટ અપર હાઉસ બોડી: ડો.મેહુલ રૂપાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સેનેટ ડિગ્રી આપવાનું કામ કરે છે અને તે લોઅર બોડી તરીકે ઓળખાય છે જ્યારે સિન્ડીકેટ એ પોલીસી નેકની બોડી છે અને અપર હાઉસ બોડી તરીકે ઓળખાય છે. જેમ સરકારમાં કેબીનેટ હોય છષ તેમ યુનિવર્સિટીમાં સિન્ડીકેટ હોય છે. સેનેટ સભ્યોમાંથી જ સિન્ડીકેટ સભ્ય ચૂંટાય છે એટલે સૌપ્રથમ સેનેટ સભ્ય થવું જરૂરી છે. પરંતુ સરકારે નિમેલા સભ્યોમાં સેનેટ સભ્ય હોવું જરૂરી નથી.
સિન્ડીકેટ સભ્ય એટલે મંત્રીઓ અને સેનેટ સભ્ય એટલે ધારાસભ્યો: ડો.નેહલ શુકલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહુલ શુકલએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં સિન્ડીકેટ અને સેનેટનું ખુબજ મહત્વ છે. વાત કરીએ તો સિન્ડીકેટ સભ્યો એટલે મંત્રીઓ જ્યારે સેનેટ સભ્યોએ એટલે ધારાસભ્યો એમ રાજકીય ભાષામાં કહી શકીએ. સેનેટમાં યુનિવર્સિટીના વિકાસ અને પ્રગતિને લગતિ સામાન્ય નીતિનું નિર્માણ તેમજ વિદ્યાર્થીઓના નવા ડિગ્રી, ડિપ્લોમાં, સર્ટીફીકેટ વગેરે દાખલ કરવા તેમજ યુનિવર્સિટી રોજબરોજના વહીવટી સંચાલન, યુનિવર્સિટીના આર્થિક વ્યવહારની સમગ્ર જવાબદારી, પરીક્ષકોની નિમણૂંક, શિક્ષક અને સ્ટાફની નિમણૂંક સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. આ બે સીવાય એકેડેમીક કાઉન્સીલનું પણ એટલું જ મહત્વ છે. સિન્ડીકેટની ચૂંટણી દર ૩ વર્ષે અને સેનેટની ચૂંટણીની દર ૫ વર્ષે થતી હોય છે.
સિન્ડીકેટ જે વટહુકમો ઘડે સેનેટ તેને બહાલી આપે છે: ડો.ભાવિન કોઠારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ ડો.ભાવીન કોઠારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટનું અનેરૂ મહત્વ છે. આ ઉપરાંત એકેડેમીક કાઉન્સીલ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. આ ત્રણેય બોડી યુનિવર્સિટીની ખાસ બોડી છે. સેનેટનું કામ નિતી-નિર્માણ મંડળ તરીકેનું છે. આ ઉપરાંત સિન્ડીકેટ રોજબરોજના પ્રશાસકીય નિર્ણયો અને તમામ નાણાકીય બાબતોના નિર્ણયો લે છે. યુજીસીના મોડલ એકટ મુજબ તેને એક્ઝિક્યુટીવ કાઉન્સીલ કહેવામાં આવે છે.યુનિવર્સિટીના શિક્ષકો અને બિનશિક્ષકોની પસંદગી સમીતી, તેમની નિમણૂંકો, વિવિધ પરીક્ષાનો કાર્યક્રમ, કર્મચારીઓના રાજીનામા, શિક્ષા, બઢતી વગેરેના નિર્ણયો સિન્ડીકેટ લે છે જ્યારે સેનેટ વિદ્યાર્થીઓની ડિગ્રી તેમજ સિન્ડીકેટે જે વટ હુકમ ઘડે સેનેટ તેને બહાલી આપે છે.
સિન્ડીકેટ સભ્યની બે ટર્મ સુધીની જ જોગવાઈ થવી જોઈએ: ડો.નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભ્ય બે થી વધુ વાર ન બને તેવી જોગવાઈ થવી જોઈએ. કેમ કે, નવયુવાનોને તક મળે અને ટેકનોલોજી પ્રમાણે નવા નીતિ વિષયક નિર્ણય તેમજ યુનિવર્સિટીના વિકાસ માટે આ થવું ખુબ જરૂરી છે. કેમ કે કુલપતિ અને ઉપકુલપતિ જેમ બે ટર્મ સુધી જ કોઈ એક યુનિવર્સિટીમાં રહી શકે તેવી જ રીતે સિન્ડીકેટ સભ્ય બે ટર્મથી વધુ ન રહે તેવી જોગવાઈ થાય તે જરૂરી. જેથી નવયુવાનોને તક મળે