‘કેન્સર’ જેનું નામ સાંભળતા માણસ તેનું મોત જોવા લાગે છે. કેન્સર એક અસાઘ્ય રોગ છે. જો પહેલા જ સમયસર વહેલી ખબર પડે તો તેનાથી બચી શકાય, બ્રેસ્ટ કેન્સરમાં હાલની સારવાર પઘ્ધતિને કારણે દર્દીઓને ઘણી રાહત જોવા મળે છે. માનવજાત માટે ખતરનાક રોગ છે. શરીરમાં પ્રવેશ કરી જાય પછી શરીર પર લક્ષણો દેખાય ત્યારે આપણને ખબર પડે છે.બ્લડ કેન્સર નામ પ્રમાણે તેને લોહીનું કેન્સર પણ કહેવાય, આને કારણે દર વર્ષે લગભગ ૭૫ લાખ લોકો પોતાની જાન ગુમાવે છે. બ્લડ કેન્સર કોઇને પણ થઇ શકે છે. લ્યુકીમિયાએ સામાન્ય બ્લડ કેન્સર છે. કેન્સરના કોષો શરીરમાં લોહી બનવા નથી દેતા તેને કારણે વ્યકિતને લોહીની ઉપણ વર્તાય છે, અને હા તે અસ્થિમજજા ઉપર પણ ચેપ પ્રસરાવતા લોહી ન હોવાથી માણસનું મૃત્યુ થાય છે. સાથ સરળ છે. જેની રોગપ્રતિકારક શકિત ક્ષિણ કે નબળી હોય તેને આ કેન્સર થવાની વિશેષ સંભવના રહે છે.
પ્રારંભે લાગેલો ચેપ લાંબો સમય રહે તો તેને કારણે બ્લડ કેન્સર થવાની શકયતા વધે છે. આ સિવાયનાં કેન્સરની સારવારમાં ઉપયોગ થયેલ રેડિયેશન થેરાપીની વધુ માત્રાથી લોહીનું કેન્સર થવાનું શકય બને છે. એચ.આઇ. વી / એઇડસને કારણે રોગ પ્રતિકારક શકિત ઘટવાથી પણ બ્લડ કેન્સરનું જોખમ વધી જાય છે.
વિદેશોમાં કુદરતી સારવાર શરૂ કરાય છે કારણ કે હિમોથેરાપીને કારણે દર્દીની દયાજનક સ્થિતિ મૃત્યુ તરફ લઇ જાય છે. દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે તેને રોકવાના સાવચેતીના પગલા અને સારવાર અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવે છે.સમગ્ર વિશ્ર્વમાં માનવીના મૃત્યુના કારણોમાં કેન્સર બીજા નંબરે છે. વિશ્ર્વ આરોગ્ય સંગઠને ઓછી અને મઘ્યમ આવકવાળા દેશોમાં મૂડી રોકાણ ના અભાવે કેન્સર માટે સારવાર નબળી પડતા આગામી ર૦૪૦ સુધીમાં આવા દેશોમાં કેન્સરની કેસોની સંખ્યામાં ૮૧ ટકાનો વધારો થઇ શકશે.કેન્સરમાં સારવાર બાદ ફોલોઅપ ટ્રીટમેન્ટનું બહુ જ મહત્વ છે. આજના યુગમાં કેન્સર એટલે ‘કેન્સર’ નહીં યોગ્ય તથાસ અને સચોટ માર્ગદર્શન પણ દવા જેવું જ કામ કરે છે. ગભરાવાની જરૂર નથી હકારાત્મક રહીને દ્રઢ મનોબળ સાથે સારવાર લેવી જરૂરી છે. ડોકટરને મિત્ર બનાવોને તેની સાથે પરામર્શ કરો. કેન્સરમાં સૌથી અગત્યની બાબતમાં પરિવાર અને સ્નેહીજનોનો લડતમાં સાથ જરૂરી છે. ઘણાં એવા કિસ્સા તમે જોયા કે સાંભળ્યા હશે કે તેને કેન્સર સામેની લડાઇમાં જીત મેળવી હોય.