સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ખુબ હાહાકાર મચાવિયો છે. આ વાયરસથી વિશ્વમાં ઘણા લોકોના મોત થયા છે. અત્યારે પણ વાયરસનું સંક્ર્મણ અને મોતનો આંકડો વધતો જાય છે. હજી તો આપડે આ વાયરસથી પુરી રીતે બચી શક્યા નથી ત્યાં બીજો એક નવો વાયરસ સામે આવીયો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં ‘બરખોડીયા મેલિયાઇ’ નામનો ખતરનાક વાયરસના સંકેત જોવા મળ્યા છે. આ વાયરસના લક્ષણ હાલમાંતો પ્રાણીઓમાં જોવા મળ્યા છે, પણ એ ચેપી હોવાથી મનુષ્યમાં સરળતાથી ફેલાય શકે છે. દેશભરમાં કોરોના ચેપને કારણે છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની રહી છે, થોડા જ દિવસોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં અનહદ વધારો નોંધાય રહ્યો છે, ત્યારે આવા ખરાબ સમયમાં આ નવો વાયરસ ચિંતાની સ્થિતિ ઉભી કરે છે.
‘બરખોડીયા મેલિયાઇ’ નામનો વાયરસ સૌથી પેલા ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના કર્નલગંજ શહેરમાં મળી આવ્યો હતો. જ્યાં એક ઘોડાની અંદર આ વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. પેહલી વખત આ વાયરસ ઘોડામાં જોવા મળ્યો તેથી એને “હોર્સે વાયરસ” પણ કહેવાય છે. આ વાયરસ માનવીમાં સરતાથી પ્રસરી શકે છે તેથી આ વાયરસનો નાસ કરવા પશુપાલન વિભાગ દ્વારા ઘોડાને મારી નાખવામાં આવ્યો અને આજુબાજુના વિસ્તારમાં જેટલા પ્રાણીઓ હતા તે બધાને ચેક કરવામાં આવ્યા.
આ વાયરસની શરૂઆત બમપૂલુસ વિસ્તારમાં રહેતા ઇડુ નામના વ્યક્તિના બે ઘોડાઓની તબિયત અચાનક ખરાબ થઇ હતી. ત્યારબાદ તેને સારવાર માટે શહેરના પશુ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પશુચિકિત્સકોએ સારવાર શરૂ કરતા પહેલા બંને ઘોડાઓના કેટલાક નમૂના લીધા હતા. તેમાં તેને આ વાયરસના લક્ષણો દેખાય હતા. તેની વધુ માહિતી માટે નમૂનાને હરિયાણાની હિસાર એનઆરસી લેબમાં મોકલ્યા હતા. તપાસ અહેવાલમાં આવતા ખબર પડી કે, બે ઘોડામાંથી એક ‘ગ્લેન્ડર્સ’ નામની ખતરનાક બિમારીથી પીડિત હતો, જે ‘બરખોડીયા મેલિયાઇ’ વાયરસથી થાય છે. આ વાયરસ અટકાવ માટે એની દવા શોધવામાં આવી પણ દવા ના મળતા, ના છૂટકે PPE કીટ પેહરીને પેલા ઘોડાને બેભાન કરી પછી ઝેરનું ઈન્જેકશન આપી મારી નાખવામાં આવ્યો.
આ બીમારીના લક્ષણ વિશે વાત કરીયે તો, પ્રાણીઓની આંખો અને નાકમાંથી પાણી આવે છે અને તેમના શરીર પર ગાંઠો અને ફોડલા પડી જાય છે. આ વાયરસ એટલો ચેપગ્રસ્ત છે કે તે માનવીમાં તરતજ ફેલાય જાય છે. આ વાયરસનું સંક્ર્મણ લાગતા માનવીના નાક અને મોં માંથી પાણી વહેવા લાગે, છાતીમાં દુખાવો થાય અને શ્વાશ લેવામાં તકલીફ પડે. કોરોના વાયરસની જેમ ‘બરખોડીયા મેલિયાઇ’ વાયરસ પણ ખુબ ખતરનાક છે તેથી તેના વિશે તકેદારી રાખવી.