વોકહાર્ટ હોસ્પિટલમાં હૃદયની સારવાર કરાવવા દાખલ થયેલા દર્દીથી કોરોનાનો ચેપ પ્રસર્યો: હોસ્પિટલનાં ૩ તબીબો, ૨૬ નર્સોને કોરોના પોઝિટિવ: આઈસોલેટેડ કરાયા
મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલનાં ત્રણ ડોકટરો અને ૨૬ નર્સોને કોરોનાનો ચેપ લાગ્યો તેના કારણ અંગે હોસ્પિટલનાં ચેરમેન હબીબ ખોરાકીવાલાએ જણાવ્યું હતું કે, દર્દીથી કોરોના વાઈરસનો ફેલાવો થયો છે તેને હૃદયરોગનો ઈલાજ કરવાનો હોવાથી તે આઈસીયુમાં દાખલ થયો હતો અને સારવાર આપવામાં આવી હતી.
સારવારની શરૂઆતના પાંચ થી ૬ દિવસ સુધી તેનામાં કોરોનાનાં કોઈ લક્ષણો દેખાયા ન હતા. અમને કોરોના જેવા લક્ષણની જાણ થઈ કે તુરંત જ અમે તેના ટેસ્ટ કરાવ્યા અને તેના રિપોર્ટ આવવાની રાહ જોયા વિના તેને અલગ કરીને આઈસોલેટેડ કર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ૩૦૦ કર્મચારીઓ છે જેમાં હોસ્પિટલનાં આરોગ્યમાં ૪૦ થી ૪૬ જેટલા પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. હાલ તેમને આઈસોલેટ કરાયા છે જે પોઝીટીવ છે તેની પણ અલગથી સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં કોરોના સંક્રમણના ફેલાવવાને અટકાવવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે માયાળી નગરી મુંબઈમાં કોરોનાના પગપેસારા અને વોકહાર્ટ હોસ્પિટલનાં ૩ ડોકટરો અને ૨૬ નર્સોને કોરોનાનો ચેપ લાગતા બોમ્બે કોર્પોરેશન દ્વારા વોકહાર્ટ હોસ્પિટલને સંક્રમણના અતિ ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરીને સંપૂર્ણ લોકડાઉન કરી દીધેલ છે.
બોમ્બે મ્યુ.કો.ને વોકહાર્ટ હોસ્પિટલની ૨૬ નર્સ અને ૩ ડોકટરોને કોવિડ-૧૯ના ટેસ્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક હોસ્પિટલને કોરોન્ટાઈન કરીને કોઈપણ અંદર પ્રવેશવા કે બહાર નિકળવા પર જયાં સુધી તમામના ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. અધિક કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, એકઝીકયુટીવ હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં એક ટીમનું ગઠન કરીને હોસ્પિટલમાં આટલી મોટી માત્રામાં ચેપ કેમ લાગ્યો તેની તપાસ શરૂ કરાવી છે.
આ અંગે જે પણ કસુરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વોકહાર્ટ હોસ્પિટલનાં ૨૭૦ જેટલા કર્મચારીઓ અને કેટલાક દર્દીઓને તપાસ માટે મોકલી અપાયા હતા જે નર્સોને રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તમામ જમવાની વ્યવસ્થા હોસ્પિટલની કેન્ટીનમાં કરવામાં આવી છે. પોલીસ અધિકારી સાવલરામે જણાવ્યું હતું કે, એક અધિકારી અને બે કોન્સ્ટેબલોને હોસ્પિટલના પહેરા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
૩૦ સંક્રમિત કેસો સાથે હોસ્પિટલમાં હજુ કેટલાક કેસો શહેરનાં વિવિધ વિસ્તારમાંથી આવવાનું શરૂ થયું છે. મળેલા આંકડામાં દક્ષિણ અને કોર્પો. વોર્ડમાંથી ૩૦ કેસો મળી આવ્યા હતા. હોસ્પિટલના સુત્રોએ સ્ટાફનાં જ કર્મચારીઓને આ વાયરસ કેમ લાગુ પડી ગયો તે અંગે કંઈ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો. અમારી ઓપીડી અને ઈમરજન્સી સેવા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે. હવે કોઈ નવા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી તેમ હોસ્પિટલનાં સતાવાળાઓએ જણાવ્યું હતું. ૭૦ વર્ષના એક હૃદયરોગના દર્દીને માર્ચ ૨૭નાં રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ દર્દીને સારવાર આપતી બે નર્સોના પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા ત્યાર પછી એક પછી એક નર્સો બિમાર પડવા લાગી અને તમામનાં રિપોર્ટ પોઝીટીવ આવવા લાગ્યા. બે ચેપગ્રસ્ત ડોકટરોને સેવનહિલ અને એસએલ રાહજા હોસ્પિટલ માહિમમાં દાખલ કરવામાં આવ્યા છે.
વોકહાર્ટના કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, આ ચેપ ઝડપથી ફેલાવવાનું કારણ એ હતું કે, હોસ્પિટલના મેનેજમેન્ટ સ્ટાફ અને રૂમમેટને કોરોન્ટાઈન કર્યા ન હતા. નર્સ એસોસીએશનને જણાવ્યું હતું કે, જયાં સુધી રીપોર્ટ પોઝીટીવ ન આવ્યા ત્યાં સુધી સારવાર જ આપવામાં ન આવી હતી કે લક્ષણની સુવિધા પણ આપવામાં આવી ન હતી. એસોસીએશન અને જન સ્વસ્થતા અભિયાને આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલોમાં નર્સીસનાં ટેસ્ટથી સુવિધા આપવામાં આવતી નથી હોસ્ટેલમાંથી અને અન્ય વોર્ડની કોરોન્ટાઈન કરેલી નર્સોને કોવિડ-૧૯ વોર્ડમાં મોકલી દેવામાં આવી છે. આવી નર્સોને ડયુટી પર ન મોકલવા માંગ ઉઠી છે.