પહાડ ઉપર કુદરતી વાતાવરણમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ઈશ્વરીયા મહાદેવ મંદિરે ભરાતા સાતમ, આઠમના મેળાનું અનેરૂ મહત્વ છે
લોક વાયકા મુજબ દર વર્ષે એક ચોખા જેટલી શિવલીંગ વઘે છે
રંગીલા રાજકોટની ભાગોળે આવેલા ઇશ્ર્વરીયા ગામના પહાડ ઉપર ‘ઈશ્વરીયા મહાદેવ’ મંદિર છે. ગામના નામ પરથી જ આ મહાદેવનું નામ પડયું છે. એવું પણ કહેવાય છે કે બે હજાર વર્ષ પહેલા અહીં સ્વયંભુ શિવજી પ્રગટ થયા હતા. આ મંદિર ખુબ જ પ્રાચીન ગણાય છે. પહાડ ઉપર કુદરતી વાતાવરણમાં આવેલ મંદિરની જગ્યાઓમાં પહેલા અસંખ્ય સાપના રાફડાઓ હતા. લોક વાયકા મુજબ મહાદેવના શિવલીંગની ઉંચાઇ દર વર્ષે એક ચોખા જેટલી વધે છે. આ મંદિરે શ્રઘ્ધાળુ માનતા પૂરી કરવા આવે છે. પર્વતમાન મહામારી વચ્ચે પણ શ્રઘ્ધા આસ્થાથી શ્રઘ્ધાળુમાં અડગ રહ્યું છે. મંદિરોમાં આ સૌથી પૂરાતન જગ્યા છે. રાજકોટથી થોડું દૂર હોય તો પણ રાજકોટવાસીઓ માટે અનેરૂ મહતવ ધરાવે છે.
ઈશ્વરીયા મહાદેવ મંદિરે છેલ્લા રપ વર્ષથી અહેસાનભાઇ ચૌહાણ શ્રાવણ મહિને પગપાળા દર્શન કરવા નિયમિત આવે છે. આ મંદિર સર્વ ધર્મ એકતાનું પણ પ્રતિક ગણાય છે. અહી ભકજનો રૂદ્રાભિષે, હોમ, હવનો, ધાર્મિક પ્રસંગો પણ ઉજવે છે.
આ મંદિરની બાજુમાં સરકારશ્રીએ ઈશ્વરીયા પાર્ક નામથી રમીય ગાર્ડન બનાવ્યો છે. જે મંદિરને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યુઁ છે. મંદિરના પ્રાગટમાં અન્યો દેવી-દેવતાઓના નાના મંદિરો પણ આવેલા છે. કાઠિયાવાડી સંસ્કૃતિમાં મંદિરોનું અનેરુ મહત્વ છે. ત્યારે શ્રાવણી પર્વે આવા પ્રાચિન મંદિરોએ ભકતજનો અવશ્ય દર્શનાર્થે જાય છે.