કબૂતર આખા વિશ્ર્વમાં જોવા મળતું પક્ષી છે. તે ખુબ જ ઉંચે ઊડી શકતું પક્ષી છે. આપણી આસપાસ ઘણા લોકો કબૂતરને પાળે પણ છે. સફેદ સાથે વિવિધ કલરનાં કબૂતરો પાળે છે તેને સવાર-સાંજ ઉડાડે છે. કબૂતર તેની મુળ જગ્યાએ કયારેય ભૂલતા નથી. એકવાર તમે પાળયા હોય અને પછી તેને બીજે આપી દો તો પણ ઘણીવાર તે તમારી અગાસીએ આવીને બેસી જાય છે. તેને ઉડાડવાની સ્પર્ધા પણ દેશ-વિદેશમાં થાય છે. આખો દિવસ ઉડનારા કબૂતરો પણ હોય છે.
ખુબ જ ઉંચે ઉડી શકવાની ક્ષમતા ધરાવતા કબૂતરોનો પ્રાચિન કાળથી સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો: આજે તો લશ્કરમાં પણ તેનો જાસુસી માટે કે ફોટોગ્રાફ પાડવા તેનો ઉપયોગ થાય છે: હાલ વિશ્ર્વમાં કબૂતરોની 310થી વધુ પ્રજાતિઓ છે
કબૂતરનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મોઢાના સ્થાન પર એક નાનકડી અણીવાળ ચાંચ હોય છે. મોઢું બે આંખો વચ્ચે ઘેરાયેલું અને તેના જડબા દાંત વગરના હોય છે. પગની આંગળીઓ નખયુકત હોય છે જેમાં ત્રણ આંગણી સામે તથા ચોથી આંગળી પાછળ તરય રહે છે. પાળેલા કબૂતરો આકાશમાં ઉડતા ઊંઘી ગુલાટ પણ મારે છે. કબૂતર ગુજરાત સહિત દેશના મોટાભાગમાં જોવા મળતું ઘર આંગણાનું પક્ષી છે. તે ઉડવામાં ભારે હોંશિયાર પક્ષી છે.
કબૂતર અને હોલાઓનો ‘કપોત કુળ’ સમાવેશ થાય છે. દુનિયાભરમાં આ કુળમાં 310 જાતીઓના પક્ષીઓનો સમાવેશ કરાયો છે. આ કુળના બધા પક્ષીઓ દેખાવમાં રૂષ્ટપૃષ્ટ શરીર, ટુંકી ગરદન અને પ્રમાણમાં ટુંકી નાજાુક ચાંચ જેની નીચે ખુલ્લી મીણ જેવી માંસલ આંતર ત્વચા હોય છે. આકુળના પક્ષીઓ વિશ્ર્વભરમાં જોવા મળે છે. તેઓની વિપુલ વિવિધતા ઇન્ડોમલેશીયા, ઓસ્ટ્રેલીયાના પર્યાવરણીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે.
સામાન્ય રીતે હોલો કબૂતર લગભગ સરખા લાગે છે. પક્ષી શાસ્ત્રીની પરિભાષામાં હોલો કદમાં થોડો નાનો ને કબૂતરનું કદ મોટું જોવા મળે છે. પરંતુ આ નિયમ દરેક જગ્યાએ એક સરખો જોવા મળતો નથી. આ કુળની ખાસિયત એ છે કે તે બહુ આછો પાતળો માળો બનાવે છે. માળો મોટાભાગે સાંઠીકડા, વાળાના ટુંકડા અને બીજી કાટમાળ જેવી વસ્તુમાંથી બનાવે છે. ઝાડ પર મઘ્યમ ઉંચાઇએ, મકાનોની છત, ફલેટની બહારની પાળીએ મોટાભાગે માળો બાંધે છે. માદા કબૂતર 1 થી 3 ઇંડા મૂકે છે. નર-માદા બન્ને એક સરખી સંભાળ રાખે છે. એક મહિનામાં જ માળો છોડી બચ્ચા ઉડવા લાગે છે.
કબૂતરની પાણી પિવાની આદતને કારણે તેને કપોતાકાર ગોત્રમાં સમાવેશ કરાયો છે. હાલમાં થયેલાં સંશોધન મુજબ બટાવડા કુળ કપોતકાર કુળના પક્ષીની જેમ ચૂઁસીને શોષીને પાણી પીતા આવડતું નથી તેથી તેમના માટે પક્ષી શાસ્ત્રીએ નવા કુળની રચના કરી છે.
અમેરિકન ગ્રાઉડ અને કવેલ હોલા કપોત કુળમાં છે પણ બન્ને તદ્દન ભિન્ન લાગે છે. આ બાબતે 1997 તથા 2000 થી 2002 ના સંશોધનને અનુસરવામાં આવે છે. કદની બાબતમાં કપોત કુળમાં વિવિધતા જોવા મળે છે. કબુતર જે લગભગ એક ટર્કી પક્ષીના કદનું અને ર થી 4 કિલો વજનનું હોય છે. કાયમી વૃક્ષોમાં વસવાટ કરનાર મોટી જાતીનું કબૂતર માકર્વેશન ઇમ્ેપરિયલ છે. આ કુળના પક્ષીઓ મોટાભાગે નાજાુક ચાંચ-પગને મોટા શરીર પર નાનકડુ માથુ જોવા મળે છે. કબૂતર કણભક્ષીઓ હોય છે. જયારે ફળ ભક્ષી જાતીઓને ચમકદાર પિંછા હોય છે. ફીજી- હિંદ મહાસાગર આસપાસનાં વિસ્તારોમાં ત્રણ જાતીના કબૂતરો આકર્ષક રંગના હોય છે.
કેટલાક કબૂતરોને મોઢા પાસે બુરખો, તો કેટલાકને પૂંછડીએ ઊભા પિંછાની મોર કળા કરતો હોય તેવી પૂંછ હોય છે. ઇ.સ. 1600 સુધીમાં તેની 10 થી વધુ પ્રજાતિઓ નામશેષ થઇ ગઇ જેમાં ડોડો અને પેસેન્જર કબૂતરનો સમાવેશ થાય છે. વિખ્યાત પક્ષીવિદ એલેકઝાંડરે જોયેલા ટોળામાં ર0 કરોડથી વધુ પક્ષીઓ હતા. 1871માં એક કરોડ પક્ષીનું ટોળુ જોવા મળેલ હતું. આજની તારીખે કપોતકુળના 19 ટકા માં પ9 જેટલી પ્રજાતિ નિકંદનના ભયમાં છે.
કબૂતરોનો ઉપયોગ વર્ષોથી સંદેશાવાહક તરીકે થાય છે. આ ઉપરાંત હવે લશ્કરમાં લોકો ઘરોમાં પાળે છે, ધર્મસ્થાનોમાં ચબુતરામાં ચણ ખાવા આવે છે. અમુક દેશોમાં તેનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરાય છે. ઘુ…. ઘુ…. ઘું… જેવો સુંદર અવાજ કરતું કબૂતર નિર્દોષ પક્ષી છે. સફેદ કબૂતરને શાંતિનું દૂત ગણમાં આવે છે. આપણે 1પ ઓગષ્ટ, ર6મી જાન્યુઆરીએ ઘ્વજવંદન સાથે જ આકાશમાં કબૂતરોને ઉડાડીએ છીએ.
એકલા રશિયામાં જ ર00 કબૂતરોની પ્રજાતિ લોકો પાળે છે. પ્રાચિન સમયની વાત જોઇએ તો કબૂતરો ઇજિપ્ત, ગ્રીસ, અને રોમન સામ્રાજયમાં જોવા મળતા હતા. પ્રાચિન વૈજ્ઞાનિક વરેન પણ પ000 પક્ષીઓની વસ્તીમાં શાહી કબૂતરોની વાત કરે છે. કબૂતર દુનિયાનું સૌથી જુનુ પાલતું પક્ષી છે. જંગલી કબૂતરો અને પાળેલા કબૂતરોમાં ફર્ક જોવા મળે છે. મિસ્રની ચિત્ર લીપીમાં પણ કબૂતરોઓ ઉલ્લેખ જોવા મળે છે.
બાળવાર્તાઓમાં પણ કબૂતરનું પાત્ર અચુક આવે છે. બાળથી મોટેરાને કબૂતરો ગમે છે તે ભોળા હોય છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ આંગણે આવેલા પક્ષીઓને ચણ નાખવાની વાત કરી છે. દરેક ગામડે એક ચબુતરો તો હોય જ છે. કબૂતરો મકર સંક્રાંતિ પર્વે પતંગના દોરાથી વધુમાં વધુ ઘાયલ થયેલા જોવા મળે છે. હમીંગ, રેશીંગ, ફેનટેઇલ, પોર્ટર, હેલમેટ, હોલર, હાઇટફલાયર જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં કબૂતરો પાળવા કે ઉડાડવાની મનાઇ હોય છે.
કબૂતર શાંત હોવાની સાથે માણસોને સમજે પણ છે!!
શાંતિદૂત સમુ પારેવું – કબૂતર ભોળું – નિર્દોષ સાથે શાંત હોય છે. એ માણસોને સમજે પણ છે. પહેલાના જમાનામાં કબૂતર જ એક વ્યકિતને બીજી વ્યકિત સાથે જોડી રાખવાનું કામ કરતું, પ્રેમ હોય કે રાજાનો કોઇ સંદેશ મોકલવાનો હોય, આ તમામ ચિજોનો એક જ રસ્તો હતો કબૂતર તે વ્યકિતનો સમય બચાવીને ઝડપથી સંદેશો પહોચાડતું હતું. રેસિંગ પિજનની આજે વિશ્ર્વભરમાં બોલબાલા છે. આપણાં ઘરમાં માળો બાંધે ત્યારે આજની ર1મી સદીમાં પણ લોકવાયકા મુજબ શુભ-અશુભ માન્યતાઓ પવર્તે છે.
કબૂતર અનાજનાં દાણા ચણીને ગળી જાય છે. તે દાણા સાથે થોડા નાના કાંકરા પણ ચણે છે. જેથી હોજરીમાં દાણા વલોવાય ને દળાય જાય છે. આજે ઘણા કબૂતર પ્રેમી ઘરની અગાસી ઉપર ઘર બનાવીને પાળે છે. સાવર-સાંજ ચણાવા બહાર કાઢે અને આકાશમાં રોજ ઉડાડે પણ છે આપણા દેશ સાથે વિદેશોમાં પણ કબૂતરોની ઉડવાની રેસ લાગે છે.