૧૩૫ વર્ષ પહેલા ખરાબાની જમીનમાં સ્વયંભૂ પ્રગટ થયા મહાદેવ શ્રાવણે શિવવંદના માટે જાગનાથ મહાદેવે ભકતજનો ઉમટી પડે છે
રંગીલા-રાજકોટમાં શ્રધ્ધા-ભકિતના પ્રતિક સમા વિવિધ મંદિરો આવેલા છે. મોટાભાગનાં મંદિરો શિવાલયો બહુજ પૌરાણિક છે, તેમનું મહાત્મ્ય પણ અનેરૂ છે. શ્રાવણી પર્વે શિવવંદના-આરાધના માટે દેવાલયોમાં ભકતજનો ઉમટી પડે છે. આજથી ૧૩૫ વર્ષ પહેલા શહેરનાં જાગનાથ વિસ્તારના ખરાબાની જમીનમાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા જૂના શિવાલય બાદ જાગનાથ મહાદેવ દાદાના મંદિરનું નિર્માણ થયું.
આ મંદિરનાં પ્રાંગણમાં રામચંદ્રજી ઠાકોરજી હનુમાનજી અંબાજી, ગણપતી, ગાયત્રી, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ જેવા વિવિધ મંદિરો પણ આવેલા છે. આસપાસનાં વિસ્તારો સાથે સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતામાં આ શિવાલય પરત્વે ખૂબજ શ્રધ્ધા ભકિત છે. શ્રાવણ માસમાં વિવિધ મંદિરે ભકતજનો દર્શનાર્થે જાય છે. ત્યારે આ જાગનાથ મહાદેવ મંદિર શિવભકિતની આસ્થાનું કેન્દ્ર છે. હાલ શ્રાવણ માસે સરકારી ગાઈડલાઈન મુજબ દર્શનની વ્યવસ્થા કરેલ છે. જેમાં દર સોમવારે શૃંગાર પૂજા ભજન સંકિર્તન સાથે શનિવારે સુંદર કાંડ અને રૂદ્રાભિષેક સાથે યજ્ઞ કરવામાં આવે છે. મંદિર દ્વારા ઉનાળામાં છાસ વિતરણ સાથે ૧૦૮ વિધવાઓને રાશનકીટ રકતદાન કેમ્પ યોગા કલાસ જેવી સામાજીક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.
રાજકોટમાં બિરાજતા જાગનાથ મહાદેવ બાળથી મોટેરામાં અતિ પ્રિય છે. વરસના તમામ દિવસે સવાર સાંજ દર્શનાર્થે આવતા લોકોની પણ બહુમોટી સંખ્યા છે. શ્રાવણી પર્વે વ્હેલી સવારેને સાંજે પ્રવિત્ર વાતાવરણે મધુર સ્વરો સંગીત સુરાવલી સાથેની આરતી ખૂબજ ભકિત ભાવથી થાય છે.
રાજકોટમાં પૌરાણિક મંદિરોની સંખ્યા વિશેષ છે. કાઠિયાવાડી સંસ્કૃતિ સાથે રાજકોટને નછોટી-કાશીથ કહેવામાં આવે છે. રાજકોટના ભકતજનો શ્રધ્ધાળુ છે, ત્યારે આવા મંદિરોમાં શ્રાવણી પર્વે તથા માસમાં આવતા વિવિધ તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જાગનાથ મંદિરના સંચાલકો દ્વારા આગામી દિવસોમાં ગૌશાળા-મેડિકલ કેમ્પ સાથે આ માસમાં ગરીબોને કપડા વિતરણ કરવામાં આવશે.