દીપડાનો ભરોસો કરાય?!!!
એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરીયાથી દક્ષિણ આફ્રિકા સુધી જોવા મળતો પરંતુ શિકાર અને આવાસના કારણોસર હવે દીપડો ફકત આફ્રિકાના સહારાના વિસ્તાર, ભારત, પાકિસ્તાન, ચીન, મલેશીયામાં જ જોવા મળે છે
દુનિયાના તમામ જનાવરોનો ભરોસો કરી શકાય છે પણ દીપડાનો નહીં. સાવજનો ભરોસો માનવી કરી શકે પણ દીપડાનો નહી તે અવિશ્ર્વાસનું પ્રતિક ગણાય છે. આપણે સૌએ સરકસમાં ભયંકર પ્રાણીઓના કરતબ જોયા હશે પણ દીપડો કયારેય જોવા મળ્યો નથી. પોતાના પર્યાવરણ સાથે આવાસ ખોરાકમાં પડતી મુશ્કેલીને કારણે તે માનવ વસ્તીમાં આવી ચડયોને તે માનવ ભસ્ત કે આદમ ખોર બની ગયો છે. એટલે આપણે ઘણીવાર તેને કાર કરાયાના સમાચારો વાંચ્યા કે સાંભળ્યા છે. બીગ કેટ કે બિલાડી કુળનું આ પ્રાણી દીપડો ભરોસાને લાયક નથી તે આગળથી કે ઘણીવાર પાછળથી હુમલો કરે છે. આ એક જ પ્રાણી પૃથ્વી પર છે જેની સાથે માનવીને અવાર નવાર ધર્ષણ થાય છે. ચિત્તાને મળતું આવતું આ કુળનું પ્રાણી ખતકનાક છે, એટલે જ સુતેલા પ્રાણીઓ કે માણસનો કોઇ ફરક ન સમજીને તેનો શિકાર કરે છે. શિકાર સાથે પૂરી ચપળતાથી વૃક્ષ ઉપર ત્વરીત ઝડપે વૃક્ષો ઉપરની ક્ષમતા ધરાવે છે. તેમના પગની બેસુમાર તાકાત વડે તથા તેની ચપળતા અને તાકાત વડે તે નાના પક્ષીથી લઇને મોટાપ્રાણીઓ ઉ5ર પળવારમાં હુમલો કરી શકે છે.
બિલાડી કુળની આ પ્રજાતિ તેના કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું પ્રાણી દીપડો છે. તેને અંગ્રેજીમાં લેપર્ડ અથવા પેંથર તરીકે ઓળખીએ છીએ, હાલ કચ્છથી લઇ ડાંગ અને ગીરનાં જંગલ તથા તેની આજીબાજુના વિસ્તારોમાં જોવા મળે છે. કે દીપડો ખુબ જ ચાલાક અને તાકતવર જંગલી પ્રાણી છે. તે માણસ-પશુનો શિકાર કરે છે. તેની લંબાઇ 1ર0 થી 1પ0 સે.મી. અને 30 થી 60 કિલો વજન ધરાવે છે. દીપડો સામાન્ય રીતે પક્ષીઓ, સરી સૃપો, કરચલા તેનો મુખ્ય ખોરાક છે. માનવ વસાહતની નજીક રહેતા દીપડાં ઘેટા, બકરા, મરઘા અને કુતરાનો શિકાર પણ કરે છે.
દીપડાની તાકાત બહુ જ હોય છે, તે શિકારને મોઢાથી પકડીને આસાનીથી ઝાડ પર ચડી શકે છે. ચપળતા હોય છે. મોટાભાગે તે એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. દીપડાનો સંવનન કાળ લગભગ આખું વરસ ચાલે છે. અને બાદમાં નર-માદા જાુદા પડી જાય છે. 87 થી 94 દિવસના ગર્ભકાળ બાદ માદા બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે. તેમનું આયુષ્ય 1ર થી ર0 વર્ષનું હોય છે. માદા બે ત્રણ વર્ષમાં જ પુખ્ત થઇને સાથીની પસંદગી કરી લે છે. દીપડાની ચાલ આંગળીઓ ઉપર હોય છે. જેને અંગ્રેજીમાં ‘ડીજીટીગ્રેટ’ કહેવાય છે.
આનંદના સમાચાર એ છે કે ગુજરાતમાં તેની વસ્તી વધી રહી છે. ઘટતા જતાં જંગલોના વિસ્તારો તથા તેના શિકાર લાયક પ્રાણીઓની ઘટતી સંખ્યાને કારણે દીપડા અવાર નવાર શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે છે. તે જંગલ અને સીમ એમ બન્નેમાં ફરતો જોવા મળે છે. સાંજથી સવાર શિકાર કરીને પછી આરામ કરે છે. ઘણીવાર રાત્રે શિકાર ન મળવાથી દિવસે પણ મારણ કરે છે જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે દીપડા અચુક જોવા મળતા હોવાથી ઘણીવાર માનવો સાથે સંઘર્ષ જોવા મળે છે.
દીપડાની જમીન પરની પગલાની છાપમાં લંબગોળ જેવી ચાર આંગણીઓ અને ગાદીની છાપ સ્પષ્ટ જોવા મળે છે. જેમાં નખના નિશાન જોવા મળતા નથી. દીપડો એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં કોરીયાથી દક્ષિણ આફ્રિકા સુધી જોવા મળતો જો કે હાલમાં બદલાતા પર્યાવરણમાં, શિકાર અને આવાસોના કારણોસર હવે દીપડો આફ્રિકાનાં સહારા અને ભારત, પાકિસ્તાન, ચીન અને મલેશીયામાં વધુ જોવા મળે છે.
ભારતીય દીપડો 1પ વર્ષનું આયુષ્ય ભોગવે છે. લંબાઇ ર00 થી 1ર0 સે.મી.ને ઉંચાઇ 75 સે.મી. હોય છે. નર પ0 થી 90 કિલો જયારે માદા 3પ થી 70 કિલોની હોય છે. દેખાવમાં સોનેરી રંગના શરીર પર કાળા રંગના ગોળાકાર પોલા ટપકાં જોવા મળે છે. બધા જ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ, વાંદરા, હરણ, પક્ષીઓ, સરીસૃપો અને જીવડાંઓ પણ ખાય છે. દીપડાનો વ્યાપ ગુજરાતમાં રણ સિવાયના વગડો, પહાડી પથરાળ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે.
તેની હાજરીની ઘણી બાબતોથી આપણે તેની ઉ5સ્થિતિનો અંદાજ મેળવી શકીએ જેમાં પગલાના નિશાન, ઝાડના થડ પર નખ ધસવાના નિશાન, ઝાડ પણ ખાધેલું મારણ લટકતું જોવા મળે છે. બીજી ખાસ વાત એ છે કે શિકાર કરેલા પ્રાણીના ગળા પર દાંતના નિશાન હોય પણ ગળાનું હાડકું સાજાું હોય તો પણ દીપડાંનું મારણ ઓળખી શકાય છે. તે ગામ નજીક આવે ત્યારે કુતરા ભસવાના અવાજ અને તેની ગર્જનાથી દીપડાના આગમનની જાણ થાય છે.દિપડાને શરીરના પ્રમાણમાં પગ ટુંકા અને મોટું માથું હોય છે. આ પ્રાણી ચિત્તાને મળતું આવે છે તેથી ઘણીવાર ભૂલ થઇ જાય છે. માનવ વસ્તી નજીક રાત્રે બહુ જોવા મળતો દિપડો ગમે તે સાઇડથી હુમલો કરી શકે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રૂધિર, નાક વગેરે હોય છે તે શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તે કલાકનાં અંદાજે 60 કી.મી. ની ઝડપ ધરાવે છે. ઘણીવાર દીપડો આદમખોર બની જતાં લોકો ઉપર વારંવાર હુમલો કરતાં જોવા મળે છે. વન વિભાગે ઘણીવાર ઠાક કરવો પડે છે. દીપડાના હુમલાની ઘટનાથી બચવા તેના આતંકથી પ્રજાને બચાવવા ધારા 144 લગાડવી પડે છે. વાડીમાં કામ કરતાં ખેત મજુરો પર ઘણીવાર હુમલો કર્યાના બનાવો જોવા મળે છે.દીપડાના માનવ પર હુમલાના બનાવો અંગે તજજ્ઞો જણાવે છે કે તેના પ્રાકૃતિક રહેવાસની આસપાસ માનવીય અવર જવર મોટા પ્રમાણમાં વધવાથી આવી ઘટના નિર્માણ થાય છે. ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળ્યો છે. વધી રહેલી સંખ્યાને કારણે તે આસપાસની માનવ વસ્તીમાં પોતાના શિકારની શોધમાં આવે છે. તે એકવાર માનવ વસ્તીમાં આવ્યા બાદ સૂતેલા માણસો કે સૂતેલા ઘેટાં બકરામાં કોઇ તફાવત રહેતો નથી.ભારતીય તેંડુઆ (દીપડા) ના શિકારના પગલે તેની ખાલ અને શરીરના અંગોનો અવૈદ્ય વેપાર વધી રહ્યો છે. ત્યારે પણ તેની વસ્તીની સમસ્યા કયાંક ને કયાંક જોવા મળે છે. ભારતીય દીપડા ઉપમહાદ્રિપમાં મોટી બિલાડી (બીગ કેટ) પૈકી એક છે. આ ઉપરાંત એશિયાઇ શેર, બંગાળ ટાઇગર, બરફના દિપડા અને બાદલવાળા દિપડા પણ જોવા મળે છે. 2014માં પૂર્વોતર છોડીને ભારતીય વાઘોની આસપાસ દીપડાની રાષ્ટ્રીય ગણના કરી હતી. જેમાં 1ર થી પપ હજાર સુધીની દીપડાની સંખ્યાનું અનુમાન લગાવેલ હતું.1794માં વૈજ્ઞાનિક ફેડરીકે બંગાળમાં કાળા દીપડાની વાતનું વર્ણન કર્યુ હતું. નેપાળમાં મળેલ ખાલ પાંચ પૈકી ત્રણ કાળા કલરની જોવા મળેલ હતી. જે એ વાતની પૃષ્ટિ કરે છે. જો કે હાલ ભારતમાં ઘણી જગ્યાએ કાળા દીપડા જોવા મળે છે. તેના મજબુત પગ અને લાંબી પૂંછડીને નાનકડા કાન તેની હુમલાની તાકાત વધારે છે. ભારતીય દીપડા ભારત-નેપાળ, ભુટાન અને પાકિસ્તાનના કેટલાક હિસ્સામાં બટાયેલા છે. આપણાં દેશમાં મઘ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉતરાખંડ, છત્તીસગઢ અને કેરળ જેવા રાજયોમાં દીપડાની વસ્તી વધારે જોવા મળે છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેની સંખ્યા વધુ જોવા મળે છે. વિશ્ર્વમાં તેની પાંચ પ્રજાતિ જોવા મળે છે. 2019 સુધીમાં દીપડાની પ્રજાતિએ તેની પૂર્વ સીમના 75 ટકા લુપ્ત થઇ ગઇ હતી.