સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનનો ૧૫ રને વિજય: કવાટર ફાઈનલમાં પ્રવેશ્યું
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગઈકાલે સૌરાષ્ટ્ર સામે રાજસ્થાન ઈલેવનનો ૧૫ રને વિજય થયો હતો. રાજસ્થાને ૪ પોઈન્ટ મેળવી ટ્રોફીના કવાટર ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. સૈયદ મુસ્તાક અલી ટી.૨૦ ટ્રોફીના એલીટ ગ્રુપ ડી મેચ ઈન્દોરનાં હોલકર સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર રાજસ્થાન વચ્ચે રાત્રે રમાયેલા મેચમાં રાજસ્થાને ટોલ જીતી બેટીંગની શરૂઆત કરી હતી.
રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૫ રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન અશોક મેતરીયાએ પર બોલમાં બે છકકા તથા છ ચોગ્ગા સાથે ૬૭ રન કર્યા હતા. અંકિત લાંબાને ૩૮ બોલમાં ૨ ચોગ્ગા સાથે ૪૦ રન કર્યા હતા.મહિપાલ લોમરોરે ૮ દડામાં અણનમ ૨૪ રન કર્યા હતા જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા હતા ચેતન સાકરીયાએ ૪ ઓવરમાં૨૨ રન આપી બે વિકેટ ઝડપી હતી કૌશાંગ પટેલે ચાર ઓવરમાં ૨૬ રન આપી એક વિકેટ ઝડપી હતી પ્રેરક માંકડે ત્રણ ઓવરમાં ૨૪ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.સૌરાષ્ટ્રે જીત માટે ૧૬૬ રન કરવાના હતા તેમાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૦ રન કર્યા હતા જેથી રાજસ્થાનનો ૧૫ રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રનાં પ્રેરક માંકડે ૩૭ બોલમાં બે છકા અને ૬ ચોગ્ગા સાથે ૬૧ રન કર્યા હતા. અવી બારોટે ૧૩ દડામાં એક છગા અને ત્રણ ચોગ્ગા સાથે ૨૫ રન કર્યા હતા. વિશ્ર્વરાજસિંહ જાડેજાએ ૨૧ દડામાં ૨૨ રન કર્યા હતા. અંકિત ચૌધરીએ ૪ ઓવરમાં ૨૯ રન આપી બે વિકેટ ઝડપી હતી રાહુલ ચહર તથા રવિ બિશ્ર્નોઈએ એક એક વિકેટ ઝડપી હતી.સૌરાષ્ટ્રની ટીમમાં જયદેવ ઉનડકટ (કેપ્ટન), અવિ બારોટ વિકેટકીપર અર્પિત વસાવડા, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરમ માંકડ, સમર્થ વ્યાસ, વિશ્ર્વરાજસિંહ જાડેજા, કુશાંગ પટેલ, ચેતન સાકરીયા અને પાર્થ ચૌહાણ હતા. રાજસ્થાન-૧૧ ટીમમાં અશોક મેનરીયા (કેપ્ટન), ભરત શર્મા વિકેટકીપર, મહીપાલ લોમરોર, ખલીલ અહમદ , દીપક ચહર, રાહુલ ચહર, અંકિત ચૌધરી, અંકિત લાંબા, અજીત ગુપ્તા, રાજેશ બિશ્નોઈ છે.