અંતિમ ટેસ્ટમાં ભારતની મજબુત પક્કડ: ફોલોઓન ટાળવા ઓસ્ટ્રેલિયાને હજી ૧૮૬ રનની આવશ્યકતા કુલદિપ યાદવે ૩ વિકેટ ખેડવી: ભારતીય ફિરકી સામે કાંગા‚ બેટસમેનોનો બ્રેક ડાન્સ
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારતનો શાનદાર દેખાવ ચાલી રહ્યો છે જોકે ત્રીજા દિવસની રમતમાં વરસાદ વિલંબ બન્યો હતો. પહેલા ઓછો પ્રકાશ અને બાદમાં વરસાદની એન્ટ્રી થતા ત્રીજા દિવસની રમત પુરી કરવામાં આવી હતી. રમત રોકાય ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટ પર ૨૩૬ રન બનાવ્યા હતા. રમત જોતા એવું લાગી રહ્યું છે કે ફોલોઓન ટાળવા ઓસ્ટ્રેલિયા ઝઝુમી રહ્યું છે. અંતિમ ટેસ્ટમાં ભારતની પકડ મજબુત છે. ઓસ્ટ્રેલિયાને હજુ ફોલોઓન ટાળવા માટે ૧૮૬ રનની જરૂર છે અને હાથમાં ફકત ચાર વિકેટો જ છે.
ઓસ્ટ્રેલિયા ભારતથી હજી પણ ૩૮૬ રન પાછળ છે. ભારતે પોતાની પહેલી ઈનીંગ ૬૨૨ રને ડિકલેર કરી હતી. ચેતેશ્વર પુજારા અને રીષભ પંથે સદી ફટકારી હતી ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે આજે પહેલા સેશનમાં ઉસ્માન ખ્વાજાની વિકેટ ગુમાવી હતી. જોકે બીજા સેશનમાં ભારતીય બોલરોએ વાપસી કરીને ૪ વિકેટ ઝડપી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાવતી સૌથી વધારે રન બનાવનાર માર્કસ હેરીશનો પણ સમાવેશ થતો હતો. હેરીશે ૭૯ રન બનાવ્યા હતા. જાડેજાએ તેની વિકેટ લીધી હતી. ભારત તરફથી સૌથી વધારે૩ વિકેટ કુલદિપ યાદવે લીધી હતી ત્યારે જાડેજાને ૨ વિકેટ મળી હતી અને બુમરાહને ૧ વિકેટ મળી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટોની સીરીઝની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે અંતિમ સત્રમાં વરસાદ અને ખરાબ પ્રકાશને પગલે ગેમ રોકી દેવામાં આવી હતી જોકે આજના દિવસની ગેમ રમી શકાય ન હતી અને સ્ટમ્પર્સની જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે ભારતે મેચમાં પકડ સારી બનાવતા ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનીંગમાં ૬ વિકેટ ખેરવી દીધી હતી. હાલ ઓસ્ટ્રેલિયા ફોલોઓનથી બચવા માટે ઝઝુમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાને ફોલોઓનથી બચવા ૧૮૬ રનની જ‚ર છે અને હાથમાં ફકત ૪ વિકેટો જ છે ત્યારે કાંગા‚ બેટસમેનો ભારતીય બોલરોની સામે બ્રેક ડાન્સ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે ચોથા દિવસની રમતમાં ભારત પ્રથમ સેશનમાં જ ચાર વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને ફરીથી બેટીંગમાં ઉતારે તેવી શકયતા જોવા મળી રહી છે. e