સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહેલ છે ત્યારે સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯માં માણાવદર નગરપાલિકા પણ ભાગ લઈ રહેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે માણાવદર શહેરમાં આવેલ સ્વચ્છતા રથને શહેરના તમામ જાહેરમાર્ગો ઉપર ફેરવવામાં આવેલ હતો. ત્યારબાદ સવારના ૧૧ થી ૧૨ કલાક સુધી ગાંધીચોક ખાતે આ સ્વચ્છતા રથનું નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તથા સદસ્યો, કર્મચારીઓ અને હાજર રહેલ પ્રજાજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીચોક ખાતેના કાર્યક્રમમાં સૌપ્રથમ નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ એલ.વાછાણી, ચીફ ઓફિસર પી.એન.કંડોરીયા અને અન્ય સદસ્યો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહારથી સન્માનિત કરવામાં આવી અને ત્યારબાદ સ્વચ્છતા રથનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને પાલિકા પ્રમુખ સદસ્યો, ચીફ ઓફિસર હાજર રહેલ કર્મચારીગણ અને પ્રજાજનો દ્વારા સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સ્વચ્છતા રથ શહેરની લાયન્સ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે લઈ જવામાં આવેલ અને ત્યાં આશરે ૧૨૫૦ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફની હાજરીમાં સ્વચ્છતા રથનો ભવ્ય કાર્યક્રમ ૧૨:૩૦ થી ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હતો. જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો અને હાજર રહેલ તમામ મહાનુભાવો, અધિકારીઓ, શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લીધા હતા.
Trending
- નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેમાં 10મી-ITI પાસની ભરતી
- Coca Colaની PET બોટલ રિલાયન્સની કેમ્પા કોલાને આપશે ટક્કર…!
- ગાડી પ્રત્યે ગજબ પ્રેમ! અમરેલીમાં ખેડૂતે કારને આપી સમાધિ
- આવું તે કઈ હોતું હશે…આ દેશમાં જાડા લોકોને થાય છે સજા!
- માત્ર કેન્સર જ નહીં પણ આ સ્વાસ્થ્ય સમસ્યાઓને શોધવા માટે રેડિયોગ્રાફી જરૂરી
- સુરત: જીમ અને સ્પામાં આગ લાગવાના મામલે ઝોન 4 DCP વિજયસિંહ ગુર્જરનું નિવેદન
- Gujarat : 57 નગરપાલિકાએ નથી ભર્યા વીજબિલ
- સુરતમાં બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા એક પછી એક મહિલાઓ પડવા લાગી