સ્ટલિંગ હોસ્પિટલમાં પોરબંદરના દર્દી દિપકભાઇના મગજને ખોલ્યા વગર મગજની નસની મોરલીની ન્યુરો-એન્ડોવાસ્કયુલર પઘ્ધતિ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી અનુભવી નિષ્ણાંત ડો.ગૌરાંગ વાઘાણી અને ડો. હાર્દ વસાવડા દ્વારા કરાઇ છે. આ અંગે વિગતવાર માહીતી આપવા સ્ટલિંગ હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
મગજની લોહીની નળીઓમાં થતી સમસ્યાઓ માટે અત્યાધુનિક પઘ્ધતિ અર્થાત એન્ડોવાસ્કયુલર ટ્રીટમેન્ટ આશીર્વાદ રૂપ પુરવાર થઇ છે. આ સંદર્ભમાં સ્ટલીંગ હોસ્પિટલ, રાજકોટમાં સારવાર માટે આવેલા દર્દી દિપકભાઇનો કિસ્સો ઉદાહરણ રુપ છે.
દિપકભાઇને અચાનક માથામાં દુખાવો થવો બોલવાની શકિત ઓછી થઇ જવાથી અત્રે હોસ્પિટલમાં નિદાન કરાવતા મગજમા હેમરેજ થયાનું માલુમ પડયું, ઉંડાણપૂર્વકની તપાસમાં ન્યુરોસર્જન ડો. ગૌરાંગ વાઘાણી અને ડો. હાર્દ વસાવડાએ મગજની એન્જીયોગ્રાફી કરી જેમ)ં મગજની લોહીની નળીમાં મોરલી (એન્યુરીઝમ) નું નિદાન સામે આવ્યું, આ સમસ્યામાં ખુબ આધુનિક સારવાર માટે ડોકટરે તેઓને એન્ડોવાસ્કયુલર સારવારનો વિકલ્પ આપી તેના ફાયદાઓ સહીત તમામ પાસાઓ વિસ્તારપૂર્વક સમજાવેલા અને સાથે સાંત્વના આપી હતી. આ સાથે જ પરંપરાગત રીતે કરવામાં આવતી ઓપન સર્જરી વિશે પણ સંપૂર્ણ માહીતી આપી હતી. અલબત, આ બન્ને પઘ્ધતિઓ સમજયા બાદ દર્દીના પરિવાર જનોએ આધુનિક એન્ડોવાસ્કયુલર પઘ્ધતિ દ્વારા સારવાર લેવાનું પસંદ કર્યુ હતું.
આ નનિવતમ પઘ્ધતિમાં પગમાંથી લોહીની નળીમાં તાર દ્વારા પ્રવેશ કરી તેને મગજ સુધી લઇ જવામાં આવે છે. જયાં દર્દીના મગજની નળીની મોરલી (એન્યુરીઝમ) માં કંટુર નામનું ડીવાઇસ મુકવામાં આવ્યું. આ એક મોરલી (મગજની ફૂલી ગયેલી નસ) ના મુખમાં મુકવામાં આવતું સ્પેશિયલ ફલો ડાઇવર્ટર છે. જે મોરલી (મગજની ફૂલી ગયેલ નસ)માં જતુ લોહી અટકાવી અને તેની સારવાર કરે છે ખાસ કરીને આ ડીવાઇસને બાયફરકેશન એન્યુરીઝમ એટલે કે મુખ્ય નળીના વિભાજન થઇ શાખા પડતી હોય એ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સારવાર પછી દર્દી સંપૂર્ણ પણે ભાનમાં આવેલા હતા તથા હોસ્પિટલમાં ટુંકા રોકાણ બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આમ આ અત્યાધુની પઘ્ધતિ અનેક રીતે દર્દી માટે ફાયદારુપ છે. દર્દીને હોસ્પિટલમાં થતું રોકાણ ઓછું થાય છે. તથા જટિલ એન્યુરીઝમમાં પણ જોખમ ઓછું રહે છે. મગજના ઓપરેશનમાં થતા જોખમો મહદ અંશે ટાળી શકાય છે.
આ એન્ડોવાસ્કયુલર પઘ્ધતિથી એન્યુરીઝમ ઉપરાંત સ્ટ્રોક (પેરાલીસીસ) ના હુમલમાં 6 કલાકથી પહેલા મીકેનીકલ થ્રોમ્બોકટોમી દ્વારા સારવાર કરતા જીવ બચાવી શકાય છે અને પક્ષઘાતની અસર ઓછી કરી શકાય છે. તેમજ ગળાની ધોરી નસના બ્લોક કે સંકોચન (કેરોટીક સ્ટેનોસીસ)ની સારવાર કેરોટીડ સ્ટેટીંગ, અને લોહીની નળીના ગૂંચળા ની સારવાર એમ્બોલાઇઝેશન નામની પઘ્ધતિથી થાય છે. સમગ્ર ભારતમાં આવા કિસ્સાઓની સારવાર આધુનિક પઘ્તિથીથી કરી શકે તેવા જુજ કેન્દ્રો છે.
ડો. ગૌરાંગ વાઘાણી, સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટમાં ન્યુરો સર્જરી વિભાગના વડા છે, એ રાજકોટના એક માત્ર ન્યુરો સર્જન છે. જેમણે દિલ્હી એઇમસ માંથી ન્યુરો સર્જરીનું પ્રશિક્ષણ મેળવેલ છે. છેલ્લા આઠ વર્ષમાં રાજકોટમાં 4000 થી વધારે મગજ તથા કરોડરજજુના ઓપરેશન સફળતા પૂર્વક કરેલ છે.
ડો. હાર્દ વસાવડા એ કોચી સ્થિત વિખ્યાત ઇન્સ્ટિયુટ અમૃતા ઇન્સ્ટિયુક ઓફ મેડીકલ સાયન્સીઝ ખાતેથી એમ.સી.એચ. (ન્યુરોસર્જરી) ની પદવી મેળવી છે અને તેઓ મગજ તથા કરોડરજજુ ની સર્જરીના નિષ્ણાંત છે.
આસર્જરી વિશે વધુ માહીતી આપતા ડો. ગૌરાંગ વાઘાણી એ જણાવ્યું હતું કે: આ સારવાર માટે અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રકચર સાધનો અને સહાયક સુવિધાઓ જેવી કે, ન્યુરો ઇન્ટરવેન્શનલ મોડયુલ સાથેની કેથ લેબ, ઇન હાઉસ એમઆરઆઇ સીટીસ્કેન જરુરી હોય છે. જે અત્રે સ્ટલીંગ હોસ્પિટલ, રાજકોટમાં ઉપલબ્ધ છે. અનુભવ અને ટેકનોલોજીના સમન્વયથી રાજકોટમાં ઘરઆંગણે મગજની આધુનિક સર્જરીઝ ઉપલબ્ધ છે. આ સારવારમાં એનેસ્થેટીસ્ટ ડો. હેતલ વડેરા, ડો. ચિરાગ પટેલ, ડો. નિકુંજ વાછાણી, તથા ડો. શૈલેષ ભીમાણીની કુશળ ટીમે ખુબ જ અગત્યનો ભાગ ભજવેલ હતો.
આ અંગે નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું હતું કે, જેઓની મગજની લોહીની નળીની દિવાલ નબળી હોય તેઓને આ બિમારી થાય છે આ બિમારી શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે ઘણા પેશન્ટોને મોરલી ફાટતી નથી પણ ફૂલી જાય છે જે ગંભીર છે. આ પ્રકારની બિમારીથી બચવા બીપી ક્ધટ્રોલમાં રાખવું ખુબ જરુરી છે. આ સર્જરી મોંધી નથી પરંતુ મગજમાં બેસાડવામાં આવતુ ડિવાઇસ મોંધુ છે હાઇબીપીમાં મોરલી ફાટવાની શકયતા વધી જાય છે. આ પ્રકારે મગજના ઓપરેશન બાદ પણ છ મહિના જેટલો સમય દર્દીએ કેર કરવી પડે છે.
આ અંગે દર્દી દિપકભાઇએ જણાવ્યું હતું કે ઓપરેશન બાદ હું એકદમ સ્વસ્થ છું તેમ જ મારું કામ મારી જાતે સારી રીતે કરી શકું છું.