ભારતની કાળા નાણા વિરોધી ઝુંબેશને સહકાર આપવા સ્વિટઝર્લેન્ડે પ્રયાસ હાથ ધર્યો

દેશમાં કાળાનાંણા વિરોધી ઝુંબેશને મૂર્તિમંત બનાવવા નરેન્દ્ર મોદી સરકારે ગત ટર્મથી જ પરિણામદાયી પ્રયાસો શરુ કયો હતો. સરકારના રાજદ્વારી પ્રયાસોને હવે વૈશ્ર્વિકસ્તરે વધુને વધુ સફળતા મળતી જતી હોય તેમ મોદી સરકારે દેશના સુકાનની બીજી ઇનીંગ્સની શરુઆતમાં જ સ્વીન્ઝલેન્ડ સરકારે સ્વીસ બેંકમાં રહેલા ભારતીયોના ખાતાઓની વિગત આપવામાં સહમતિ દર્શાવી છે.ભારત-સ્વીત્ઝલેન્ડના દ્રીપક્ષીય રાજદ્વારી સંબંધોને હજુ સુદ્રઢ બનાવવા સ્વીઝ સરકારે ભારતની કાળાનાણા વિરધી ઝુંબેશને પરોક્ષ રીતે સહકાર આપવા સ્વીન્ઝેલેન્ડ સરકાર પાસેથી સ્વીત્ઝલેન્ડની ભારતીય ખાતેદારોની વિગતો મેળવવા પ્રયાસો શરુ કર્યા છે. ને સ્વીઝ બેન્કોને પણ પચાસે ભારતીયોના ખાતાની વિગતો આપવા કવાયત હાથ ધરી છે.

સ્વીન્ઝ બેન્કમાં ભારતના નાગરીકોના અરબો રૂપિયા જમા છે મોટા ઉદ્યોગપતિઓ મોટી મોટી કંપનીઓના સંચાલકોએ બોગસ અને ડમી વ્યકિતઓના નામે સ્વીન્ઝ બેન્કમાં કાળુ ધન છુપાવ્યું છે જેમાં રીયલ એસ્ટેટ, ફાયનાસીયલ સર્વીસ, ટેકનોલોજી ટેલીકોમ, હોમ ડેકોરેશન, કાપડ ઉઘોગ ઇજનેરી માલ સામાનને હિરા ઝવેરાત કારીઓના સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી સરકાર ર૦૧૪ માં પ્રથમવાર સત્તા પર આવ્યા ત્યારથી જ કાળાનાંણા વિરોધી ઝુંબેશ હાથ ઉપર લીધી હતી અને સ્વીન્ઝ બેન્કમાં ભારતીય કરચોરોના જમા નાણા પર ઘ્યાન આપીને સ્વીન્ઝ સરકાર સાથે રાજદ્વારી સંબંધો સુદઢ બનાવી દેશમાંથી ખોટી રીતે કમાયેલા નાણાઓ સ્વીન્ઝ બેન્કમાં જમા કરનારા વિરુઘ્ધની ઝુંબેશમાં સ્વીન્ઝલેન્ડ સરકારને ભારતે કરેલા પ્રયાસોમાં સફળતા મળી છે.સ્વીન્ઝલેનડ સરકારે પ્રસિઘ્ધ કરેલા જાહેર નામામાં પચાસ ભારતીયો સામે કારણદર્શક નોટીસ ઇસ્યુ કરીને તેમને પોતાની સંપતિ ની જાહેરાતની સ્વૈચ્છીક પ્રક્રિયા હાથ ધરવાની અંતિમતક આપવામાં આવી છે. જો કે સ્વીત્ઝ બેન્કોએ પ્રાથમીક તબકકે ગ્રાહકોની વિગતો જાહેર કરી દસ્તાવેજી પુરાવાઓ આપવાનો ઇન્કાર કર્યો હતો. અલબત છેલ્લા એક વર્ષના સ્વીન્ઝ સરકારે ૧૦૦ જેટલા ભારતીયોના ખાતાઓની વિગતોની માહીતી ભારતને પહોચાડવાનું વલણ અપનાવ્યું છે. અને હજુ વધુ ખાતાઓની વિગતો આપશે.

સ્વીન્ઝ સરકારના બેન્ક કાયદામાં ગ્રાહકો ની ગોપનીયતા અંગે તાકિદ રાખવામાં આવી છે ગ્રાહકોની વિગતો જાહેર કરવાની હોતી નથી પરંતુ હવે વૈશ્ર્વિક ધોરણે કરચોરો સામે શરુ થયેલી ઝુંબેશને કારણે સ્વીન્ઝ સરકારે રણનીતી બદલી છે. ભારતની માંગણીને કારણે ૧૦૦  જેટલા ખાતેદારોને નોટીસ ઇસ્યુ કરી છે ટુંકી પરંતુ સાંકુેતિક વિગતો જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.