જામનગરમાં ત્રણ અને ટંકારાની મહિલાને સીઝનલ ફલુ પોઝીટીવ
સૌરાષ્ટ્રભરમાં સિઝનફલુ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. ત્યારે જામનગરમા ત્રણ અને ટંકારાની મહિલાને સ્વાઈનફલુ પ્રોઝીટીવ કેસ સામે આવ્યા છે. ચાલુ માસ દરમિયાન ૨૦ દિવસમાં કુલ ૨૩ કેસો નોંધાયા છે. જેમાં ટંકારાની મહિલાને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ સ્વાઈનફલુ વોર્ડ ખાતે ખસેડવામાં આવી છે. જયારે જામનગરમાં વધતા જતા સ્વાઈનફલુના પ્રવાહને અટકાવવા હોસ્પિટલમાં અલગ વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં એકાદ પખવાડીયાથી સીઝનલફલુના કેસો વધી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા પગલા દ્વારા પણ સ્વાઈન ફલુને કાબુમાં લઈ શકાતો ન હોય તેવુંલાગી રહ્યું છે.
ત્યારે જામનગરમાં વધુ ત્રણ કેસ પોઝીટીવ આવતા હોસ્પિટલ ખાતે સિઝનલફલુ માટે અલગ વોર્ડની સુવિધા કરવામાં આવી છે. જયારે ટંકારાની મહિલાને રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડતા રિપોર્ટ પોઝીટીવ આવ્યોહતો. જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી અમુક સ્વાઈન ફલુ શંકાસ્પદ દર્દીઓનાં લોહીના નમુનાઓ પૃથ્થકરણ અર્થે સહકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.જે પૈકી ત્રણ દર્દીઓના રીપોર્ટ સ્વાઈન ફલુ પોઝીટીવ આવ્યા છે.