૭૯૨ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, સ્વાઇન ફ્લૂએ માથું ઉચક્યા બાદ રાજ્ય આરોગ્ય તંત્ર સફાળંુ જાગ્યું

અમદાવાદ ઉપરાંત રાજકોટ,કચ્છ સહિત અન્ય ૧૨ જિલ્લાઓ સુધી સ્વાઇન ફ્લૂએ પગપેસારો કર્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ વધી રહ્યાં છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના ૩,આણંદમાં ૧,ભાવનગરમાં ૧,મોરબીમાં ૧,નર્મદામાં ૧નું મોત થયુ હતુ.રાજકોટ જિલ્લા-ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂના બે દર્દીઓના મોત નોંધાયા હતાં.

આરોગ્ય વિભાગની ‘૧૦૪’ નંબરની હેલ્પલાઈન શરૂ
આરોગ્ય વિભાગે ‘૧૦૪’ ટોલ ફ્રી નંબરથી હેલ્પલાઈન શરૂ કરી છે. જેમાં બચવા કેવા પગલા ભરવા જોઈએ તેના વિશે માહિતગાર કરાશે.

સાતમ-આઠમના મેળામાં ડરનો માહોલ
રાજકોટ- સુરેન્દ્રનગર સહિતના શહેરમાં સાતમ-આઠમના મેળા શરૂ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં મેળામાં લોકોની ભીડ જામે છે તે સમયે સ્વાઇન ફલૂ ફેલાવાનો ભય વધી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદ બાદ લાંબા સમય સુધી ભરાયેલા પાણીનો નિકાલ થયો નહોતો. તો બીજી તરફ ખુલ્લા મેદાનમાં યોજાયેલા મેળામાં લોકોની ભીડ જામી રહી છે. જેના લીધે લોકોમાં સ્વાઇન ફલૂનો ડર વર્તાઇ રહ્યો છે. જેના કારણે મેળામાં દર વર્ષ કરતા ભીડ ઓછી જોવા મળી છે.

રાજ્યભરમાં ૭ માસમાં ૧૬૦૯ કેસ નોંધાયા
૧) કુલ ૧૬૦૯ કેસ
૨) સ્વાઇન ફલૂ મુકત થયેલા ૬૨૭ દર્દી
૩) કુલ ૭૯૨ સારવાર હેઠળ હતા
૪) કુલ ૧૯૦ના મોત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.