સ્વાઈનફલુ વોર્ડમાં ૭ દર્દીઓ સારવાર હેઠળ: ૬ દર્દીનાં રિપોર્ટ પોઝીટીવ
સૌરાષ્ટ્રમાં વકરેલા સ્વાઈનફલુનાં કારણે અનેક દર્દીઓનાં મોત નિપજયા છે. સ્વાઈનફલુ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. સ્વાઈનફલુથી રાજકોટની વધુ એક મહિલાના મોતથી કુલ મૃત્યુઆંક ૧૧૮ પર પહોચ્યો છે. અને હાલ સીવીલ હોસ્પિટલનાં સ્વાઈનફલુ વોર્ડમાં ૭ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં ૬ દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
શહેરમાં જામનગર રોડ પર પરીસર પાર્કમાં રહેતા ૪૭ વર્ષની મહિલાને સ્વાઈફલુની સારવાર અર્થે સીવીલ હોસ્પિટલનાં સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેણીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તબીબોએ સઘન સારવાર આપવાનું શ‚ કર્યું હતુ પરંતુ મહિલાએ ગતરાત્રે હોસ્પિટલનાં બિછાને દમ તોડતા સ્વાઈનફલુ વોર્ડના દાખલ દર્દીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. અને આરોગ્યતંત્ર અને તબીબોમાં દોડધામ મચી છે.
રાજકોટની હોસ્પિટલોમાં આજ સુધીમાં કુલ ૧૧૮ દર્દીઓનાં સ્વાઈનફલુથી મોત નિપજયા છે. જેમાં રાજકોટ શહેરનાં ૩૭, રાજકોટ જીલ્લાનાં ૨૯ અને અન્ય જીલ્લાનાં ૫૨ દર્દીઓ સ્વાઈન ફલુનો ભોગ બન્યા છે.
હાલ સીવીલ હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં કુલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૬ દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અને હજુ એક મહિલા દર્દીનાં રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોઝીટીવ દર્દીઓમાં એક પૂ‚ષ ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ શહેરનાં એક, રાજકોટ જીલ્લાનાં ચાર જામનગર અને અમરેલીનાં એક એક દર્દીનો સમાવેશ થાય છે.