આકરા તાપ વચ્ચે ખાનગી હોસ્પિટલાં સ્વાઇન ફલુથી વૃધ્ધાએ દમ તોડતા તંત્ર હરકતમાં આવી ગયું હતુ. ઉપલેટાના નિલાખા ગામના 62 વર્ષીય વૃધ્ધાને સ્વાઇન ફલુના લક્ષણો જણાતા તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.
મૃત્યુબાદ આવ્યો રિપોર્ટ પોઝીટીવ
સ્વાઇન ફલુ ચેપી રોગ છે વધુ પડતો શિયાળામા વકરતો હોય છે પરંતુ કેટલાક સમયથી આ રોગની પેન્ટન્ટ બદલાઇ હોય તેથી ઉનાળામાં દેખા દેતો થયો છે. ઉનાળાના તડકામાં તો સ્વાઇન ફલુ ગુમ થઇ જતો રોગ છે પરંતુ રાજકોટમાં યેલોએલર્ટ જાહેર કરવી પડી તેવી 40 ડિગ્રી તાપ વચ્ચે સ્વાઇન ફલુ દેખા દેતા ડોક્ટરો અને આરોગ્યવિભાગ ચિંતામા જોવા મળ્યો હતો. ઉપલેટાના વૃધ્ધાની રિપોર્ટ આવે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા જો કે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાથી તેનુ મોત આ રોગથી થયાનુ તબીબીઓ જણાવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,