નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસ દ્વારા કલાસિક કેમિકલ્સ ખાતે અપાયા ડોઝ: અનેક લોકોએ લીધો લાભ
લોકોને સ્વાઇન ફલુ સામે રક્ષણ આપવા નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત લાખો લોકોને સ્વાઇન ફલુ સામે રક્ષણ આપતી દવા નિ:શુલ્ક આપવામાં આવીછે.જે અંતર્ગત ફરી એકવાર શાપર, કલાસિક કેમીકલ્સ ખાતે સ્વાઇન ફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આશરે ૧૦,૦૦૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને તેમાં શાપર-વેરાવળ ખાતે સ્થિત ફેકટરીઓનો ખુબ સાથ મળ્યો હતો. સાંજે પ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. અને આ કેમ્પની શરુઆત શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશો. ના પ્રમુખ રમેશભાઇ ટીલાળાના હસ્તે દિપપ્રાગટય કરીને કરવામાં આવી હતી. આ સિવાય કાસુમા બેરીગ્સના મેનેજીંગ ડિરેકટર સુનીલભાઇ તેજાણી તથા કલાસીક કેમીકલ્સના મેનેજીંગ ડિરેકટર પ્રકાશ ટીલાળા તેમજ શાપર-વેરાવળ પો. સ્ટેશનના પી.આઇ. અરવિંદસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.આ કેમ્પ વિશે રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે નેમિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અબતક મીડીયાના ઉપક્રમે જે સ્વાઇન ફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ખુબ જ સરાહનીય બાબત છે તેમણે આ પહેલા જે કાસુમા બેરીગ્સ ખાતે સ્વાઇન ફલુ કેમ્પ યોજાયો હતો. તે પણ ખુબ જ સફળ કેમ્પ સાબિત થયો હતો અને તેમાં પણ અબતક મીડીયાનો ખુબ સારો સાથ મળ્યો હતો તો આજ રોજ પણ આ કેમ્પ સફળ બનશે તેવી આશા છે.કલાસિક કેમીકલ્સના મેનેજીંગ ડીરેકટર પ્રકાશ ટીલાળાએ જણાવ્યું હતું કે આ કેમ્પ નેમિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અબતક મિડીયા ના સંયુકત ઉપક્રમે જયસરદાર યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાપર-વેરાવળના તમામ યુનિયને જાણ કરવામાં આવી છે. તથા તેઓનો પુરતો પ્રતિસાદ મળશે તેવી અપીલ છે.