શિયાળાના પગરવ પહેલા જ સ્વાઈન ફ્લૂ ધીમે ધીમે ફેલાય રહ્યો છે.ત્યારે વધુ એક મહિલાનો સ્વાઇન ફ્લૂ એ ભોગ લીધો છે. જેથી હાલ મૃત્યુ આક ચાર પર પોહચયો છે.રાજકોટ શહેરમાં સ્વાઈન ફ્લૂનો આંક ચાલુ વર્ષે 100 કરતા પણ વધુ ગયો છે અને હવે ચોથું મોત થતા તંત્ર ફરી જાગ્યું છે અને કાર્યવાહી ચાલુ કરી છે. શહેરના રાજકીય અગ્રણીના પરિવારની આશરે 50 વર્ષની મહિલાને તાવ અને શરદી સહિતની સમસ્યા થતા 21 તારીખે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
જ્યાં વધુ તબિયત લથડતાં 26મીએ રિપોર્ટ કરાયા હતા જેમાં સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થયું હતું. સ્વાઈન ફ્લૂનું નિદાન થતા પ્રોટોકોલ મુજબ સારવાર ચાલુ કરાઈ હતી પણ તે કારગર ન નિવડતા 10 દિવસની સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.
જ્યારે રાજકોટ શહેરમાં કોરોનાના નવા 2 કેસ સામે આવ્યા છે જેની સામે 4ને ડિસ્ચાર્જ જાહેર કરાતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 થઈ ગઈ છે જ્યારે શહેરમાં કુલ કેસનો આંક 65555 થયો છે. ડેન્ગ્યુના કેસ સ્થિર, મૃત્યુ ન નોંધાતા રાહતનો શ્વાસ આરોગ્ય શાખાએ લીધો છે.