મેઘાલયા, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને લક્ષ્યદ્વિપ સ્વાઈનફલુથી મુકત રહ્યા હતા

સ્વસ્થ્ય મંત્રાલય દ્વારા યોજાયેલ સર્વરોગ દેખરેખ કાર્યક્રમના રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૭ના સમયગાળામાં ૮,૫૪૩ લોકોના સ્વાઈન ફલુથી મોત નિપજયા છે. ત્યારે વિશ્ર્વભરના આંકડામાં ૨૦ ટકાનો વધારો થયો છે. સિઝનલ ઈન્ફલુએન્સા એચવનએનવને ૧.૧૪ લાખ લોકોનો ભોગ લીધો છે. માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર રાજય સ્વાઈનફલુનો સૌથી વધુ શિકાર બન્યો હતો. જેમાં ૨૩,૮૧૨ કેસો નોંધાયા તેમાં ૭૧૬ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં ૧૮,૨૦૬ કેસોમાંથી ૪૩૧ લોકોના મોત થયા અને ૧૩,૧૫૮ના આંકડામાંથી ૨૩૫ લોકો રાજસ્થાનમાંથી મૃત્યુ પામ્યા હતા. જોકે સિક્કિમ અને લક્ષ્યદ્વિપ આ બંને વિસ્તારો સ્વાઈનફલુથી મુકત રહ્યા હતા. વર્ષ ૨૦૧૭માં મેઘાલયા, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને લક્ષ્યદ્વિપ એચવનએનવનથી રહિત રહ્યા હતા.

આ આંકડાના આધારે એક જ વર્ષમાં સ્વાઈનફલુના કેસોમાં ૨૦ ગણો વધારો થયો છે. આ વર્ષે તેનો આંકડો ૩૭,૮૪૮એ પહોંચી ગયો છે જે ગત વર્ષે ફકત ૧૭૮૬ જ રહ્યો હતો. જેમાં સૌથી વધુ ૨૦૧૫માં વધારો થયો હતો. જોકે હવે તો તેની દવાઓ પણ શોધાઈ ચુકી છે. જોકે અ‚ણાચલ પ્રદેશમાં આ વર્ષે ફકત ૫ સ્વાઈનફલુના કેસો નોંધાયા હતા. જેમાં એકનું મોત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.