કોટડા સાંગાણીના પ્રૌઢનું મોત નિપજતા નવા વર્ષનું મૃત્યુ આંક ચાર: ૧૭ દર્દી દાખલ
સૌરાષ્ટ્રભરમાં તાપમાનનું પ્રમાણ નીચે આવતું જાય છે. તેવી રીતે સ્વાઇનફલુનું પ્રમાણ વધતું જોવા મળે છે.ત્યારે સ્વાઇનફલુમાં વધુ એક મોત નિપજતા નવા વર્ષમાં ચાર મોત નોંધાયા છે. જયારે સીઝનના કુલ ૪૬ દર્દીઓના મોત નિપજયા છે.
તાપમાનનો પારો ગબડવાની સાથે સ્વાઇફલુ દર્દીઓની હાલત પણ ગબડી હોય તેમ રાજકોટ શહેરમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ આસપાસના જીલ્લાઓ માંથી ર૪ કલાકમાં ત્રણ પોઝીટીવ કેસ અને એક દર્દીનું મોત નિપજયું છે. કોટડા સાંગાણીના ૪પ વર્ષીય પ્રૌઢનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સાથે ૫૮ વર્ષીય પ્રૌઢ ધારી તાલુકાના જીરા ગામના રહેવાસીનો રીપોર્ટ કરાવતા પોઝીટીવી આવ્યો હતો. જયારે મોરબીના ૪૮ વર્ષીય પ્રૌઢ નો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા નવા વર્ષમાં કુલ ર૧ કેસ નોંધાવ્યા હતા.
રાજકોટ શહેરમાં નવા વર્ષની શરુઆતથી કુલ ૬ કેસ નોંધાયા છે. જયારે ર દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટ રૂરલમાં વર્ષમાં ૮ કેસ નોધાયા છે. એકનું મોત નિપજયું છે. અને અન્ય જીલ્લાઓમાં સાત કેસ નોંધાયા છે.
વહેલી સવારે કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે રહેતા ૪૫ વર્ષીય પ્રૌઢે સ્વાઇનફલુ વોર્ડમાં દમ તોડતા મૃત્યુ આંક ૪૬ સુધી પહોચ્યો છે. જયારે હાલ હજુ ૧૭ દર્દીઓ રાજકોટ સીવીલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.આરોગ્યતંત્રના સઘન પ્રમાણે બાદ વધતું જતુ સ્વાઇનફલુ દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક સાબીત થઇ રહ્યું છે.