૫૦ હજાર લોકોને સ્વાઈન ફલુથી રક્ષણ આપતા ડોઝ અપાયા
સ્વાઈન ફલુથી લોકોને સુરક્ષીત બનાવવા નેમીનાથ ચેરી. ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે સ્વાઈન ફલુ નિદાન કેમ્પનું આયોજન કાસુમા બેરીંગ્સ પરફેકટ વે-બ્રીજની પાછળ, નવી જી.ઈ.બી. ઓફીસની પાછળ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્વાઈન ફલુ કેમ્પમાં આપવામાં આવતી દવા ડો.ચૌલાબેન લશ્કરી દ્વારા ૭ વર્ષની મહેનત બાદ શોધાઈ છે તથા આયુર્વેદિક દવા હોવાથી આની કોઈ આડઅસર નથી તેમજ કોઈપણ વયના લોકો આ દવા લઈ શકે છે. આ દવા એક વખત લેવાથી એક વર્ષ સુધી સ્વાઈન ફલુથી બચી શકાય છે.અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે આ દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ સ્વાઈન ફલુ કેમ્પમાં આશરે ૫૦,૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો તથા શાપર-વેરાવળ ખાતે આવેલ ફેકટરીઓનો પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે આ કેમ્પ સફળ રીતે પાર પડયો હતો. આ કેમ્પમાં ફિલ્ડ માર્શલ સ્કુલ આશરે ૪૦૦ બાળકોએ પણ લાભ લીધો હતો.આ તકે શાપર-વેરાવળના સ્થાપક ધી‚ભાઈ ધાબલીયા પણ હાજર રહ્યાં હતા અને ‘અબતક’ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કેમ્પ ખુબ જ સફળ કેમ્પ છે કેમ કે કેમ્પ તો અવાર-નવાર થાય છે પરંતુ આવા સામાજીક હિતને ધ્યાનમાં રાકીને કરવામાં આવ્યું છે. જેથી આ કેમ્પ ખુબજ સફળ થયો છે અને લોકોએ ખુબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે તથા હું લોકોને પણ અપીલ કરું છું કે આ કેમ્પમાં પુરેપુરો ઉત્સાહની સાથે જોડાય તથા સ્વાઈન ફલુથી પોતાના પરિવારને સુરક્ષીત બનાવે. સ્વાઈન ફલુ કેમ્પમાં શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા હાજર રહ્યાં હતા તથા તેમના હસ્તે દીવ પ્રાગટય કરીને કેમ્પ ખુલ્લો મુકાયો હતો. રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, નેમીનાથ ચેરી. ટ્રસ્ટ તથા ‘અબતક’ મીડિયા દ્વારા જે સ્વાઈન ફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર લોકોની સેવાનું કાર્ય છે. કારણ કે, સ્વાઈન ફલુ ખુબ જ ઘાતકી રોગ છે અને લોકો આનો ભોગ બની રહ્યાં છે તો લોકોને આ રોગથી બચાવવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં પણ આ દવા લીધી છે તથા ખુબ જ અસરકારક આ દવાની કોઈ પણ જાતની આડઅસર નથી તો શાપર-વેરાવળના લોકો આ કેમ્પમાં પુરજોશથી જોડાય એવી મારી ઈચ્છા છે.સ્વાઈન ફલુ કેમ્પમાં કાસુમા બેરીંગ્સનો તમામ સ્ટાફ ઉત્સાહભેર સેવા કરતાં જોવા મળ્યાં હતાં. સવારના ૭ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી કાસુમા બેરીંગ્સનો તમામ સ્ટાફ કોઈપણ પ્રકારના થાક વગર સાથ આપ્યો હતો જે સરાહનીય બાબત છે. આ કેમ્પમાં આવેલા લોકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બહું જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ભીડ હોવા છતાં ભીડ ન દેખાય એવી વ્યવસ્થા તથા બીલ્કુલ ફ્રીમાં સ્વાઈન ફલુ જેવા ઘાતક રોગની દવા આપવામાં આવી રહી છે જે ખુબ જ સારી બાબત છે. દવા લેવાં આવેલા લોકોએ હૃદયપૂર્વક નેમીનાથ ચેરી.ટ્રસ્ટ તથા ‘અબતક’ મીડિયાનો આભાર માન્યો છે.