સેવક સંઘ દ્વારા લોક વિદ્યામંદિર અને નિવાસી સંઘ વિદ્યાલયમાં શિક્ષણ સન્માન, ગોબર ગેસ પ્લાન્ટ ઉદ્ઘાટન, પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમ યોજાયો
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સાવરકુંડલાના થોરડીમાં લોક સેવક સંઘ દ્વારા આયોજિત પંચ પર્વ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સર્વ મંગલ સંકુલ”, લોક વિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલયમાં શિક્ષણ સન્માન સમારોહ, ગોબર ગેસ પ્લાન્ટ ઉદ્ધાટન, પ્રવેશોત્સવ, સ્વિમિંગપુલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રીએ સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી અને સફળ આયોજન બદલ સંચાલકોને અભિનંદન આપ્યા હતા.
શિક્ષણમંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પણ શુભકામનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દૂધાત, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપના અગ્રણી મહેશભાઈ કસવાલા તેમજ સંસ્થાના પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.