રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડાના કારણે કોર કમીટી દ્વારા કેટલીક છુટછાટો આપવામાં આવી રહી છે. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા આગામી મંગળવારથી સ્વીમીંગ પુલ 60 ટકા કેપેસીટી સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા સ્વીમીંગ પુલ શરૂ કરવા માટે તૈયારી આરંભી દેવામાં આવી છે. આજે સવારથી તમામ સ્વીમીંગ પુલમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રેસકોર્સ સહિતના તમામ સ્વિમિંગ પુલની સાફ-સફાઈ કરાઈ
સ્વિમિંગ પુલ મંગળવારથી શરૂ કરવા કોર્પોરેશને આરંભી તૈયારી
કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી સ્વીમીંગ પુલ બંધ પડ્યા છે. દરમિયાન આગામી મંગળવારથી સ્વીમીંગ પુલ અને વોટરપાર્ક 60 ટકા ક્ષમતા સાથે અને કોરોનાની ગાઈડ લાઈનના નિયમોના ચુસ્તપણે પાલન સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે આજે સ્વારથી કોર્પોરેશન દ્વારા વિવિધ સ્વીમીંગ પુલ ખાતે સફાઈ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. તમામ સભ્યો આગામી મંગળવારથી સ્વીમીંગ પુલ ખાતે આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.