ડાયાબિટીસના ૧૫ થી ૨૫ ટકા દર્દીઓને પગની તકલીફો જોવા મળે છે : સર્વે
ડાયાબિટીસ નામ સાંભળતા જ લોકોમાં ભય વ્યાપી જતો હોય છે પરંતુ એ વાત સત્ય છે કે ડાયાબિટીસ થનાર ૧૫ થી ૨૫ ટકા જેટલા દર્દીઓને પગ ઉપર સોજો અને ચાંદા પડેલા હોય છે. જો તેનું યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવે તો આ સમસ્યા માંથી જે તે દર્દીને મુક્તિ પણ મળી શકે છે. પગમાં ચાંદા પડવાનું આ એક પરિબળ છે. આમાં દર્દીની સંવેદન શકિત ખુબ ઓછી થઈ જાય છે.
જ્ઞાનતંતુ પર અસ રનાં કારણે ગરમી, ઠંડીની અસર જણાતી નથી. આથી પગમાં કાપો, ચીરો, વાગે, ફોલ્લી પડે કે નાની મોટી ઈજા થાય તો જાણ થતી નથી, કેટલીક વખતે પગમાંથી ચંપલ નીકળી જાય તો પણ દર્દીને ખબર પડતી નથી આના કારણે કેટલીક વખતે પગમાં ચાંદુ પડી જાય છે. જો આ નાની મોટી ઈજાને ગણકારવામાં ન આવે તો કેટલીક વખત ચાંદુ રૂઝાતુ નથી તેના કારણે પગ કપાવવો પડે છે.
બીજી તરફ લોહીનો પ્રવાહ ઓછો થઈ જવાથી પગમાં સોજા પડે છે. લોહીનો પ્રવાહ પુરતો ના હોવાના કારણે પગમાં ઘા રૂઝાતા વાર લાગે છે.તેથી નાનો ચેપ પણ ગંભીર બની શકે છે.દર્દી ધુમપાન કરતો હોય તો તકલીફ વધી જાય છે. ઉચા લોહીના ગ્લુકોઝ વાળા અને પગમાં ઓછા લોહીના પરિભ્રમણવાળા દર્દીને ચેપ લાગવાનો ભય વધુ હોય છે.આની સારવાર પણ કઠિન બને છે.રૂઝ આવતા વાર લાગે છે. આથી આની સારવાર જેટલી જલ્દી થાય તેટલું મહત્વનું છે કારણ કે વિલંબ થાય તો ગંભીર સમસ્યા અલ્સર માં ચેપ લાગવાની ચિન્હો લાલાશ, સોજો, પ્રવાહી નીકળવું, તાવ આવવો વગેરે થાય છે. તમારા પગ કે આંગળીઓમાં કોઈપણ જાતનું રંગનું પરિવર્તન.પગમાં કોઈપણ જાતનો નવો દુખાવો ધમ ધમ થવું અથવા પગમાંથી ખરાબ દુર્ગધ મારવી, પગમાં કે આંગળીઓ માં સોજો તેમજ લાલાશ ઉપરનાં કોઇપણ ચિન્હો જણાય તો તુરંત ડૉકટર નો સંપર્ક કરવો જોઈએ. કારણ કે આ દરેક ચિન્હો ડાયાબિટીસના હોઈ શકે છે.
પગની આ તકલીફને દૂર કરવા માટે તમારા પગને નવશેકા પાણીથી તેમજ હલકા સાબુથી દરરોજ સાફ કરો. પાણી બહુ ગરમ ના હોય તેવું ધ્યાન રાખવું જરૂરી. પગને નરમ ટુવાલથી ખાસ કરીને આગળીઓથી વચ્ચે સંભાળપૂર્વક લુછો.જો પગ સુકા થઈ જતા હોય તો મોઇશ્ચરાઈઝર કીમ લગાવો. પગની આંગળાની વચ્ચે કીમ ના લગાવવી.પગમાં વેદના થતી હોવાને કારણે તમને કાપા,ચીરા,ઉઝરડા,તેમજ અરીસા ની મદદ લઈને તપાસો,અથવા કુટુંબ ની બીજા સભ્ય પાસે ચેક કરાવવું .