અનેક લોકોનાં મોઢે તમે સાંભળ્યું હશે કે પેઢામાં સોજો આવી ગયો છે. તેમજ પેઢામાં સોજો આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ દરમિયાન વધારે સોજો આવવાને કારણે દાંતમાં પણ દુખાવો થતો હોય છે. આમ, દાંતમાં થતો દુખાવો અને પેઢામાં સોજો આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ આ સમસ્યા પહેલાં સ્ટેજમાં થઇ છે, તો તમે સરળતાથી ઘરે જ ઉપાયો કરી શકો છો. પરંતુ તમને વધારે તકલીફ હોય તો તમારે એકવાર ડોક્ટરને બતાવવું જોઈએ. તો જાણો આ અસરકારક ઉપાયો વિશે.
મીઠું અને આદુનો રસ
મીઠું અને આદુનો રસ તમે મિક્સ કરીને પેઢા પર લગાવો છો તો સોજો નહીં આવે. આ માટે અડધી ચમચી મીઠામાં એક ચમચી આદુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને પેઢા અને દાંત પર લગાવો. આ પેસ્ટને 15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ 4 થી 5 વાર સાદા પાણીનાં કોગળા કરો. આ નુસખો તમે દિવસમાં 2 થી 3 વાર કરશો તો તમને આરામ થઈ જશે. ત્યારપછી મીઠું અને આદુ ઓરલ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે.
મીઠાનું પાણી
મોંની સફાઈ કરવા માટે મીઠાનું પાણી અનેક રીતે અસરકારક છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મીઠું મિક્સ કરો. ત્યારબાદ આ પાણીથી કોગળા કરો. તેમજ મીઠાનાં પાણીથી તમે દિવસમાં 3 થી 4 વાર કોગળા કરો છો તો પેઢામાં આવતાં સોજામાંથી તમને રાહત થઈ જશે. મીઠામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેઢામાં આવતો સોજો અને દાંતનો દુખાવો દૂર કરવાની તાકાત ધરાવે છે.
લીંબુનો રસ
એક ગ્લાસ પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પાણીથી કોગળા કરો. આ ઉપરાંત લીંબુમાં રહેલાં ગુણો પેઢામાં આવતા સોજાને ઓછા કરે છે. આમ, તમે દિવસમાં 2 થી 3 વાર આ પાણીથી કોગળા કરો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.
હળદર અને બેકિંગ સોડા
1 ચમચી બેકિંગ સોડામાં ચપટી હળદર મિક્સ કરો. ત્યારબાદ હવે આ પેસ્ટને પેઢામાં લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ મીઠાનાં પાણીથી કોગળા કરો. આમ કરવાથી તમને રાહત થઈ જશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.