મીઠાઈમાં થાબડી,પેંડા, કાજુ કતરી, મોહનથાળ, મેસૂબ ઉપરાંત ફરસાણમાં ગાંઠીયા, ફરસીપુરી, ચવાણું, ચેવડો વગેરેની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડયા સ્વાદપ્રિય શહેરીજનો
જન્માષ્ટમીના રંગે રંગાવા લોકો થનગની રહ્યા છે. સાતમ-આઠમના તહેવારોનો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે લોકો કપડાથી લઈ ખાધ ચીજ વસ્તુઓ ખરીદવામાં મશગુલ બન્યા છે. હરવા ફરવાના સ્થળોએ લઈ જઈ શકાઈ તેવી મીઠાઈ-ફરસાણના વેચાણમાં ધૂમ ખરીદી નીકળી છે.
કાજુકતરી, મોહનથાળ, પેંડા, મેસુબ વગેરે જેવી મીઠાઈઓ તો ગાંઠીયા, ચેવડો, ચવાણુ ફરસીપુરી, સેવ વગેરે ખરીદવામાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ભીડ જામી છે. બાળકો, યુવાનો વડીલો સૌ કોઈ અવનવી સ્વાદિષ્ટ મીઠાઈ તેમજ ચટાકેદાર ફરસાણક આરોગી જન્માષ્ટમીની ઉજવણીમાં ઉમેરો કરશે. જન્માષ્ટમીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મીઠાઈ ફરસાણ આરોગવાનો સ્વાદપ્રિયોમાં ટ્રેન્ડ છે.
કૈલાસ ફરસાણમાં નમકીનની ૬૦ વેરાયટી: ભાવિક કોટક
કૈલાસ ફરસાણ વાળા ભાવિક કોટકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે જન્માષ્ટમી તહેવાર નિમિતે રાજકોટના લોકો દ્વારા મોટી ભીડ જોવા મળે છે. અમારે ત્યાં ૬૦ જેટલી ફરસાણની વેરાયટી બનાવીએ છીએ મેથી વાળા ગાંઠીયા, લસણીયા ગાંઠીયા, સંચળવાળા ગાંઠીયા પાપડી ગાંઠીયા જેવી વસ્તુ બનાવીએ છીએ મીઠાઈમાં અમે ૩૦ થી વધુ વેરાયટી બનાવીએ છીએ સંગમકતરી રાસબીહાર, અંજીર વાળી, કાજુ કતરી એવી ઘણી મીઠાઈ બનાવી છે. વધારેમાં મોહનથાળ, ટોપરાપાકનો ઉપયોગ થાય છે. કૈલાસ ફરસાણ કવોલીટી માટે વખણાય છે. તેનું કારણ અમારો સ્ટાફ છે. જે પૂરતુ ધ્યાન રાખીને વસ્તુ બનાવે છે. અમે પહેલા કવોલીટી મેન્ટેન કરીએ છીએ બાકી બધુ પછી જેનાથી કસ્ટમરનું સેટીસફેકશન સારૂ રહે છે.
મધુરમ ડેરી કવોલીટીના કારણે ગ્રાહકોમાં ફેવરીટ: જયેશભાઈ પટેલ
મધુરમ ડેરીના જયેશભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમને ત્યાં સાતમ આઠમના તહેવારને લઈને સારો ઘસારો રહે છે. ડ્રાયફૂટ, બટરમલાઈ ડ્રાયફૂટસ થાબડી કે પેંડા, લીસા લાડુ, મોહનથાર, મૈસુબ, એવી ઘણી બધી આઈટમો બનાવવામાં આવે છે. તેમાં તેમની માસ્ટરી કવોલીટીમાં તેમની ડેરી ખૂબજ સારી છે. તેનાથી ગ્રાહકો પણે સંતુષ્ટીત છે. તેથી ધંધામાં ખૂબજ સારૂ પરિણામ છે. તેમની પાસે ૩૦૦ની આસપાસ વેરાયટીઓ ઉપલબ્ધ છે. ૨૦ વર્ષથી તેઓ આ વ્યવસાયમાં કાર્યરત છે. જન્માષ્ટમીને લઈને ફરસાણમાં સારી ગ્રાહકી હોય છે. તથા તમામ ગ્રાહકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી.
શુધ્ધ દુધ-મટીરીયલ્સમાંથી મીઠાઈ બનાવીએ છીએ: મિલનભાઈ
તીપતી ડેરીના મીલનભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે જન્માષ્ટમીમાં બધા પ્રકારની મીઠાઈઓ હોય તેના પર વધારે ધ્યાન દેતા હોય છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને જન્માષ્ટમી તહેવારોમાં મોહનથાર, ગુંદીનાલાડુ, મૈસુમ પસંદ કરતા હોય, શ્રાવણ મહિનામાં ચાર પાંચ દિવસ એવા હોય છે કે ત્યારે લોકો ફરવા નીકળતા હોય છે.ત્યારે એવી મીઠાઈ લે છે. અઠવાડીયું મીઠાઈ સારી રહે તેવી મીઠાઈ લોકો લેતા હોય છે. તેમાં કાજુકતી, છે તે બધાને પસંદ પડતી હોય છે. ખાસ ડેરીની કવોલીટી માટે તેમના પપ્પાનો ખૂબ મોટો ફાળો છે. તેને ખાસ કવોલીટીમાં ધ્યાન દીધું છે. હાલ લોકો વધારે કવોલીટી માંગતા હોય છે. તેમની ખાસ સ્પેશ્યાલીટી છે તેઓ પ્યોર દુધમાંથી બનાવેલ વસ્તુ પ્યોર મટીરીયલમાંથી બનાવેલ વસ્તુ જેમકે કાજુ, ઘી, તેની બધી વસ્તુમાં શુધ્ધ જોવા મળે છે. શ્રીખંડ છે તેના કોઈપણ કલર ફલેવર નાખતા નથી. હાલ ૭૦ થી ૮૦ પ્રકારની વેરાયટીઓ તેમની પાસે છે. તેમના કસ્ટમર રીપીટ એન્ડ રીપીટ આપતા રહે છે. તેમને રાહત છે કે અહીયા વસ્તુ સારી અને સારી ગુણવતા હોય છે. ઓનલાઈનમાં તેમના કસ્ટમર દૂર હોય તેથી આ વ્યવસાય કરે છે. તેમના કસ્ટમર પૂરતી જ છે તેઓ સ્પીંગી, જોમેટોમાં નથી ગયા પોતાના પૂરતી જ વેબ સાઈટ છે.