ડાર્ક ચોકલેટસમાં મોજૂદ સાઇકો એકટીવ, ફિનાલેથાઇલામીન, ફલૈવનોયડસ અને એન્ટીઓકિસડેન્ટસ ‘મૂડ’ને ‘સુપર મૂડ’ બનાવી દે છે
‘કુછ મીઠા હો જાયે…’ એ દિવસ દૂર નથી જયારે પ્રસંગ તહેવાર અને જમણવારમાં મિષ્ટાન્નના સ્થાને ‘ચોકલેટસ’ હશે. અને બાળકના જન્મ પર લઇ જવામાં આવતા ‘લાડવા’માં પર ચોકલેટસને સ્થાન મળશે. ચોકલેટસ ખાવાના શોખીનો માટે એક ખુશ ખબરી છે.
જી હાંં…. ચોકલેટસના શોખીનો માટે ‘ગુડન્યુઝ ’ છે. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, કોઇપણ પ્રકારની ડાર્ક ચોકલેટસ ખાવાથી મૂડ પોઝીટીવ અને બહેતર બની શકે છે. અને એ પણ ઓછું હોય તેમ ચોકલેટસ ખાવાથી ડિપ્રેશન લેવલ પણ ઓછું થાય છે. ડબલ્યુ. એચ. ઓ. અનુસાર દુનિયામાં ૩૦ કરોડ લોકો ડિપ્રેશનથી પ્રભાવિત છે અને આ વિકલાંગતાના પ્રમુખ કારણો પૈકીનું એક છે. યુનિવર્સિટી કોલેજ લંડન યુ.સી. એલ. ના રિસર્ચમાં ડાર્ક ચોકલેટ અને ડિપ્રેશન સાથે જોડાયેલી આ વાતથ સામે આવી છે. સાથે જ આ ‘રિસર્ચનો ડિપ્રેશન એન્ડ એગ્ઝાઇટી‘ નામની પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક રિસર્ચમાં અલગ અલગ પ્રકારની ચોકલેટસ ખાનાર કુલ ૧૩ હજાર છસ્સો છવીસ ૬૨૬ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર ચોકલેટ ન ખાવાવાળા લોકોની તુલનામાં જે લોકોને ર૪ કલાકમાં કોઇપણ પ્રકારની ડાર્ક ચોકલેટસનું સેવન કર્યુ હોય તેના ડિપ્રેશન સંબંધી લક્ષણોમાં ૭૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં જે લોકોએ ડાર્ક ચોકલેટથી અલગ કોઇ અન્ય પ્રકારની ચોકલેટનો ટેસ્ટ કર્યો હોય, તેના ડિપ્રેશનના લક્ષણોમાં પણ રપ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આમ, મૂડને સુંદર બનાવવા ચોકલેટસનું સેવન કરી શકાય છે. ચોકલેટમાં સાઇકોએકટીવ ઇન્ગ્રીડિયનસ હોય છે. જેના લીધે ઉત્સાહ અને પરમ આનંદનો અનુભવ થાય છે. આ સાથે ચોકલેટસમાં ફિનાલેથાઇલામીન પણ હોય છે. જેનાથી મૂડને ‘સુપર મૂડમાં’ બદલી નાખે છે.
એટલું જ નહીં ચોકલેટમાં ફલૈવછનોયડસ એન્ટી ઓકિસડેન્ટસ અને અમુક એવા કેમીકલ્સ મળી આવે છે. જે ડિપ્રેશનને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે.