સ્વીટ સકકરીયા ‘વેટ લોસ’માટે ખુબ જ ઉપયોગી
શું તમને સકકરીયા ભાવે છે? મીઠા સકકરીયા હેલ્થ માટે પણ એટલા જ સ્વીટ સ્વીટ છે. જાણીને થોડું આશ્ર્ચર્ય થશે પરંતુ વજન ઉતારવામાં સકકરીયાનો યોગ્ય ઉપયોગ આશિવાદ છે. સકકરીયામાં રહેલું ફાઇબર, પાણી અને એન્ટી ઓકસીડેટ વજન ઉતારવામાં મદદ રુપ થાય છે. જો તમે પેટની ચરબી ઉતારવાનું વિચારી રહ્યા છો. અને ડાયટ પર છો તો સકકરીયાનો ઉપયોગ કરવો જોઇએ.
સ્વીટ સકકરીયામાં વધારે માત્રામાં પોષણ હોય છે. અને તે વજન ઉતારવામાં પણ લાભદાયી છે. સકકરીયા ખાદ્ય પદાર્થ સ્ટાર્ચથી ભરપુર છે. પરંતુ તેમાં એટલા બધા પૌષ્ટિક ગુણ છે.
કે તે ‘સુપર ફુડ’ની યાદીમાં આવે છે અહીં કેટલાક કારણો જાણીએ જે સ્વીટ સકકરીયાને ‘વેઇટ લોસ’કરવામાં ઉપયોગી બનાવે છે.
સૌથી ઓછી કેલરી:- સકકરીયામાં બટાકાની સરખામણીમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. માટે તેને શેકીને, બાફીને ખાઇ શકાય છે તેનાથી વજન વધતું નથી.
ફાઇબરથી ભરપુર:- ફાઇબરએ શરીરનું મેટાબોલિમિ ઠીક થાય છે. અને પાચન ક્રિયામાં સુધારો આવે છે. ફાઇબરથી આપણું પેટ ભરેલું ભરેલું લાગે છે. સકકરીયાનું સેવન કરવાથી ઝડપથી ભૂખ લાગતી નથી અને અટક બટક આરોગવાથી બચી શકાય છે.
પાણીથી ભરપુર સ્વીટ સકકરીયા:- આપણું શરીર અડધાથી વધારે માત્રામાં પાણીથી ભરેલું છે. જો શરીરમાં પાણી ઓછું થાય તો તમામ બિમારીઓ થઇ શકે છે. માટે સકકરીયાનું સેવન હિતાવહ છે .
સકકરીયામાં રહેલા છે એન્ટી ઓકસીડન્ટમાં ગુણ:- શરીરમાં એન્ટી ઓકસીડેન્ટ હોવાથી તે વેટ લોસ જ ઝડપથી થાય છે. અને શરીરમાં અન્ય રોગ પણ થતાં નથી.
સકકરીયામાં બીટા કેરોટીન, એટી ઓકિસડેટ અને એન્ટી કાર્સિનોજેનિક પદાર્થ સકકરીયાના રંગમાં મદદરુપ થાય છે. જેમાં બીટા કૈરોટીન અને વીટામીન-સી વિવિધ પ્રકારના કેન્સરના ઇલાજ માટે ફાયદાકારક છે. સ્વીટ સકકરીયા પેટ અને આંતરડા માટે લાભકારક છે. તેમાં રહેલું વીટામીન-બી કોમ્પ્લેકસ અને કેલ્શીયમ પેટના અલ્સરને ઠીક કરે છે. કબજીયાત અને એસીડીટીમાં પણ રાહત મળે છે.
મહત્વનું છે કે સ્વીટ સકકરીયા વજન ઉતારવા ની સાથે સાથે અન્ય સમસ્યાઓમાં પણ ઉપયોગી છે. સ્વીટ સકકરીયા શિયાળામાં માર્કેટમાં મોટા પ્રમાણમાં મળી રહે છે. સકકરીયાની પસંદગી પણ ખુબ જ જરુરી છે. નાના અને ખાડા વગરના સકકરીયાનો ઉપયોગ કરવો જોઇએ સકકરીયાને ફ્રીજમાં કયારેય ન મુકવા જોઇએ. મીઠા સકકરીયાનો ઉપયોગ જો વેઇટ લોસ માટે કરવાનો હોય તો સકકરીયાને સાફ કરી તેને બાફી ને શેકીને કે સાંતળીને તેના આહારમાં ઉપયોગ કરી શકાય. આ સાથે દહી સાથે, સલાડમા સૂપમાં પણ સકકરીયાનો ઉ૫યોગ કરી વેઇટ લોસ કરી તંદુરસ્ત રહી શકાય છે.