સામગ્રી
2 કપ નાળિયેરનું છીણ
1 કપ ખાંડ
1/2 કપ ગોળ અથવા બ્રાઉન સુગર
1 ટીસ્પૂન એલચી પાઉડર
1 પેકેટ પેસ્ટ્રી પફ સીટ
રીત
સૌપ્રથમ પેસ્ટ્રી પફ માટેની સીટને ડિફ્રીજ કરી લો. નાળિયેરની છીણી લો. હવે એક નોનસ્ટિક કડાઈને ગરમ કરો. તેમાં નાળિયેરનું છીણ, ખાંડ અને ગોળ અથવા બ્રાઉન સુગર ઉમેરીને બરાબર મિક્સ કરો. એક ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને ચઢવા દો. કડાઈ જાડા તળિયાવાળી લેવી. ધીમા તાપે મિશ્રણને હલાવતા રહો. સતત હલાવતા રહો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહી. લગભગ 15થી 17 મિનિટમાં મિશ્રણ ઘટ્ટ થશે. ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં એલચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી લો. આ મિશ્રણને ઠંડું થવા દો. હવે પેસ્ટ્રી પફ માટેની સીટ લો. તેને રેક્ટેગ્યુલર શેપમાં કટ કરી લો. હવે તેના પર તૈયાર કરેલા સ્ટફિંગમાંથી બે ચમચી મૂકો. અને ફરી સીલ કરી લો. આ રીતે જ બધા પફ તૈયાર કરો. હવે એક નોનસ્ટિક બેકિંગ ટ્રે પર આ પફને ગોઠવી દો. 25 મિનિટ માટે તેને બેક કરો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી. ત્યાર બાદ તેને બહાર કાઢીને ગરમ અથવા તો ઠંડા કરીને સર્વ કરો.