સરકારે ખેતી તથા ખેડૂતોને પ્રોત્સાહિત કરી ઉદભવીત થયેલી સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ

ભારત ખેતી પ્રધાન દેશ છે આ સમયે હાલ ખેતીની હાલત અત્યંત દયનીય છે, પરંતુ સરકાર અત્યારે ખેતીને જ રીતે પ્રાધાન્ય આપી રહી છે. અને જે દરજો આપવામાં આવ્યો છે. તેની ખેડુતોની આવક કેવી રીતે બમણી કરી શકાય તે દિશામાં પણ હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે.

સરકારે ચોમાસુ પાકમાં ટેકાના ભાવમાં ૫૦ થી ૮૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડુતોની આવક બમણી થઈ શકે. પરંતુ સ્થાનીક ખેડુતોમાં હાલ રોષની લાગણી ભભૂકી ઉઠ્યો છે, ત્યારે અબતક સાથે વાતચીત કરતા ઈશ્ર્વરીયાનાં ખેડુત નિલેશભાઈ મોલીયાએ વાતચીત કરી અનેક વિધ માહિતી આપી હતી.

સરકાર પાક વીમો સમયસર ચૂકવે તો  ખેડૂતોની સ્થિતિ સુધરશે: ખેડૂત નિલેશભાઈ

ખેડુત નીલેશભાઈ મોલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકડાઉનના કારણે શ્રમીકો પોતાના વતન જતા રહ્યા છે. અમારે જાતે ખેતી કરવી પડે છે. સતત રાત દિવસ અમારે મહેનત કરવી પડે છે. સંતાનોની હાલ સ્કુલ કોલેજો બંધ હોવાથી એમનું ભણતર બંધ છે. જેથી તેઓને પણ ખેતીમાં લગાડયા છે. હાલ પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જત રહ્યા છે. સરકારે ત્રણ વર્ષથી પાકવીમા માટે અરજી કરી છે. છતાં મળી નથી સરકારે લોનમાં ૪% રાહતની વાત હતીતે પણ હજુ સરકારે ચૂકવ્યા નથી. મજૂરો વગરની ખેતીથી ખેતીને ખૂબ નુકશાન થશે. મજૂરો ન હોવાથી ખેતી પણ ભાંગી જશે. સરકાર પાસે ખેડુત તરીકે એવી અપેક્ષા છે કે વિમો આપવાની વાત જે સરકાર કરે છે તે સરકાર ચૂકવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.